– કેન્દ્રએ લોકસભામાં ઓનલાઇન ગેમ્સ બિલ પસાર કર્યું
– કાયદો બનતા 400 કંપનીઓ બંધ થઈ જશે, બે લાખ લોકો નોકરી ગુમાવશે સેલીબ્રીટીઓ, ફિલ્મસ્ટાર અને ક્રિકેટ સ્ટારો ઓનલાઇન ગેમ્સનો પ્રચાર નહીં કરી શકે
– ઇ-સ્પોર્ટ્સ અને સોશ્યલ ગેમ્સને મંજૂરી આપવામાં આવી અને મની ગેમ્સ પર સરકારે પ્રતિબંધ લાદ્યો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગને નિયંત્રિત કરતું મહત્ત્વનું બિલ લોકસભામાં પસાર કરી દીધું છે. તેનો હેતુ ઓનલાઇન મની ગેમ્સ અને સટ્ટાખોરીને સંપૂર્ણપણે રોકવાનો અને ઇ-સ્પોર્ટ્સ તેમજ સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવાનો છે. એક અંદાજ મુજબ દર વર્ષે ૪૫ કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઈને ૨૦ હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.