– આણંદની સામરખા ચોકડી આગળ
– દુકાને કામ કરતા વ્યક્તિને અમદાવાદ દાખલ કરાયો હતો
આણંદ : આણંદની સામરખા ચોકડી આગળ પેટ્રોલ પમ્પ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ઈજાગ્રસ્તનું આજે ચાર દિવસ બાદ મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આણંદના સાગર મેદાનની બાજુમાં રહેમાન પાર્કમાં રહેતા મોહંમદ મુસ્તુફા સામરખા ચોકડી ખાતે ટાયર પંચર કરવાની દુકાનમાં કામ કરતા હતા. તા. ૨૬મી માર્ચે સામરખા ચોકડીથી આગળ પેટ્રોલ પમ્પની સામે અજાણ્યા હવાને ટક્કર મારતા ગંભીર ઈજાગ્રસ્ત બન્યા હતા. જેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
જ્યાં જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે મોહંમહ મુમતાજ અહમદજાન અન્સારીની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.