જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા પ્રફુલાબેન અનિલભાઈ પોપટ નામના 59 વર્ષના પ્રૌઢ લોહાણા મહિલા, કે જેઓ ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળી ગયા હતા, ત્યારબાદ તેણે પોતાના ઘરથી નજીકના ભાગમાં આવેલા એક કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ગૌરાંગ અનિલભાઈ પોપટે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજય જાદવ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પ્રફુલાબેનના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકનો પુત્ર ચિરાગ કે જેને મોઢાનું કેન્સર હતું, જેના કારણે તેની દવા ચાલતી હતી. ઉપરાંત તેની પત્ની પણ છુટાછેડા આપીને ચાલી ગઈ હતી. જે પુત્રની પરિસ્થિતિ જોઈને પોતે વ્યથિત રહેતા હતા, ઉપરાંત પોતે માનસિક સમતુલા પણ ગુમાવી બેઠા હતા, ત્યારબાદ આ પગલું ભરી લીધું છે.