તહેવારો પૂર્વે જીએસટી દરોમાં ઘટાડાના સંકેતે શેરોમાં ફંડોની તેજી
મુંબઈ : ચાઈનાએ તેના ઉદ્યોગોની ઝડપી રિકવરી માટે સ્ટીમ્યુલસ પગલાં જાહેર કરવા માંડતા અને ચાઈનીઝ સેમીકન્ડકટર્સ-ચીપ કંપનીઓના શેરોમાં તેજી પાછળ શાંઘાઈ શેર બજારમાં મજબૂતી અને અમેરિકી શેર બજારોમાં ગત સપ્તાહના અંતે તેજીના પગલે આજે એશીયાના બજારોમાં ઝડપી રિકવરી જોવાઈ હતી. ભારતમાં ઉદ્યોગોને મેક ઈન ઈન્ડિયા માટે પ્રોત્સાહન સાથે જીએસટી માળખાના સરળીકરણના નિર્ધાર અને હવે તહેવારોની સીઝન પહેલા જ જીએસટી દરોમાં ઘટાડો કરીને રાહત આપવાના સંકેતે આજે ફંડો, મહારથીઓએ ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ખરીદી સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, મેટલ-માઈનીંગ શેરોમાં તેજીએ બજારમાં મજબૂતી જોવાઈ હતી. સેન્સેક્સ ઉપરમાં ૮૧૭૯૯.૦૬ સધી જઈ અંતે ૩૨૯.૦૬ પોઈન્ટ વધીને ૮૧૬૩૫.૯૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૫૦૨૧.૫૫ સુધી જઈ અંતે ૯૭.૬૫ પોઈન્ટ વધીને ૨૪૯૬૭.૭૫ બંધ રહ્યા હતા. બેંકિંગ અને કેપિટલ ગુડઝ શેરોમાં આજે ઉછાળે સાવચેતી રહી હતી. આવતીકાલે બુધવારના ૨૭, ઓગસ્ટ ૨૦૨૫ના ગણેશ ચતુર્થી નિમિતે શેર બજારો બંધ રહેશે.
આઈટી ઈન્ડેક્સ ૮૧૨ પોઈન્ટ ઉછળ્યો : રેટગેઈન રૂ.૩૨, આરસિસ્ટમ્સ રૂ.૨૬, ટીસીએસ રૂ.૮૭ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ તેજી કરી હતી.રેટગેઈન રૂ.૩૨.૪૫ વધીને રૂ.૫૨૭.૬૫, ન્યુજેન રૂ.૫૫.૮૦ વધીને રૂ.૯૨૧.૭૦, આરસિસ્ટમ્સ રૂ.૨૬.૧૦ વધીને રૂ.૪૭૩.૯૦, માસ્ટેક રૂ.૧૦૮.૪૦ વધીને રૂ.૨૫૯૮, ઈન્ફોસીસ રૂ.૪૫ વધીને રૂ.૧૫૩૨.૬૦, ટીસીએસ રૂ.૮૭.૧૦ વધીને રૂ.૩૧૪૦.૭૫, આઈકેએસ રૂ.૪૪.૧૫ વધીને રૂ.૧૫૯૯.૦૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૮.૧૫ વધીને રૂ.૧૫૦૪.૬૦, સોનાટા સોફ્ટવેર રૂ.૮.૯૦ વધીને રૂ.૩૮૧.૫૦, એમ્ફેસીસ રૂ.૬૭.૯૫ વધીને રૂ.૨૯૧૫.૭૫, વિપ્રો રૂ.૫.૧૦ વધીને રૂ.૨૫૩.૭૦, ઝેનસાર રૂ.૧૩.૨૦ વધીને રૂ.૮૦૬ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ૮૧૨.૨૮ પોઈન્ટ વધીને ૩૫૫૮૧.૧૫ બંધ રહ્યો હતો.
તહેવારો પૂર્વે જીએસટી ઘટવાની અપેક્ષાએ ઓટો શેરોમાં તેજી : હ્યુન્ડાઈ રૂ.૧૦૫, હીરો રૂ.૬૬ વધ્યા
તહેવારો પૂર્વે વાહનો પરના જીએસટી દરોમાં ઘટાડો થવાના સંકેતે ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણમાં મજબૂત વૃદ્વિની અપેક્ષાએ ફંડોની ઓટો શેરોમાં ખરીદી રહી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૧૦૫ વધીને રૂ.૨૪૭૨.૨૫, ઉનો મિન્ડા રૂ.૧૮.૩૦ વધીને રૂ.૧૨૮૩.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૬૫.૬૦ વધીને રૂ.૫૦૬૩.૪૦, આઈશર મોટર્સ રૂ.૭૫.૮૫ વધીને રૂ.૬૦૦૦.૩૫, ભારત ફોર્જ રૂ.૧૩.૭૫ વધીને રૂ.૧૧૩૬.૯૦, બજાજ ઓટો રૂ.૭૮.૦૫ વધીને રૂ.૮૭૫૫, ટાટા મોટર્સ રૂ.૬.૪૫ વધીને રૂ.૬૮૬.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૮૯.૨૮ પોઈન્ટ વધીને ૫૬૯૫૯.૦૪ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદઓનું વ્યાપક પ્રોફિટ બુકિંગ : ૨૨૩૭ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ સતત મજબૂતી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરોનું વ્યાપક પ્રોફિટ બુકિંગ થયું હતું. જેથી માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૯૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૪૮ અને ઘટનારની ૨૨૩૭ રહી હતી.
જેકે પેપર રૂ.૬૦ ઉછળી રૂ.૪૦૮ : એક્શન કન્સ્ટ્રકશન, ઈક્લર્કસ, સફારી, ભારત બિજલી, અપોલો વધ્યા
એ ગુ્રપના અન્ય પ્રમુખ વધનાર શેરોમાં જેકે પેપર રૂ.૬૦.૧૦ વધીને રૂ.૪૦૮.૮૦, એકશન કન્સ્ટ્રકશન રૂ.૯૫ વધીને રૂ.૧૦૮૦.૫૦, ઈક્લર્કસ રૂ.૩૫૬ વધીને રૂ.૪૨૪૬, એડલવેઈઝ રૂ.૭.૨૦ વધીને રૂ.૧૦૦.૯૦, સફારી રૂ.૧૪૩.૪૦ વધીને રૂ.૨૧૫૮.૨૦, અપોલો રૂ.૧૫.૪૫ વધીને રૂ.૨૫૦.૬૫, જયુબિલન્ટ રૂ.૨૯.૨૫ વધીને રૂ.૬૪૭.૮૦, કિર્લોસ્કર બ્રધર્સ રૂ.૮૨.૭૫ વધીને રૂ.૨૦૨૭.૩૦, ભારત બિજલી રૂ.૧૦૬.૧૫ વધીને રૂ.૨૮૯૮.૫૦ રહ્યા હતા.
જીએસટી ઘટાડાના સંકેતે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ : પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ, ક્રોમ્પ્ટન, અંબર વધ્યા
જીએસટી દરોમાં ઘટાડો તહેવારો પૂર્વે જ થવાની અપેક્ષાએ આજે ફંડોની કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ પસંદગીની ખરીદ રહી હતી. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૯.૯૦ વધીને રૂ.૫૮૩.૭૦, ક્રોમ્પ્ટન રૂ.૬.૫૦ વધીને ૩૨૩.૨૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૩.૧૦ વધીને રૂ.૭૩૬૧.૫૦, બર્જર પેઈન્ટસ રૂ.૫.૬૫ વધીને રૂ.૫૩૨.૫૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૨૪.૪૫ વધીને રૂ.૧૭૦૧૨.૪૫, ટાઈટન રૂ.૨૪.૯૫ વધીને રૂ.૩૬૪૫, વોલ્ટાસ રૂ.૬.૮૫ વધીને રૂ.૧૩૫૯ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૮૧.૯૨ પોઈન્ટ વધીને ૬૦૯૫૫.૨૨ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં મજબૂતી : જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૦ વધીને રૂ.૭૯૮ : હિન્દુસ્તાન ઝિંક, હિન્દાલ્કો વધ્યા
ચાઈનાની ઝડપી રિકવરી અને સ્ટીમ્યુલસ આકર્ષણે વૈશ્વિક મેટલના ભાવોમાં મજબૂતી સાથે આજે મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૦.૩૫ વધીને રૂ.૭૯૭.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૮૫ વધીને રૂ.૪૩૫.૭૦, હિન્દાલ્કો રૂ.૧૧.૦૫ વધીને રૂ.૭૧૫.૭૦, વેદાન્તા રૂ.૬.૦૫ વધીને રૂ.૪૫૦.૩૫, નાલ્કો રૂ.૧.૫૦ વધીને રૂ.૧૯૦.૪૫, લોઈટ્સ મેટલ રૂ.૯.૪૫ વધીને રૂ.૧૩૬૪.૪૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૧૦.૭૮ પોઈન્ટ વધીને ૩૧૪૪૩.૭૮ બંધ રહ્યો હતો.
બિકાજી રૂ.૨૮ વધીને રૂ.૭૯૮ : ગોડફ્રે ફિલિપ રૂ.૩૧૫, ગોપાલ સ્નેક્સ, જયોતી લેબ્સ, એડીએફ વધ્યા
એફએમસીજી શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. બિકાજી ફૂડ્સ રૂ.૨૮.૪૫ વધીને રૂ.૭૯૮.૪૦, ગોડફ્રે ફિલિપ રૂ.૩૧૫.૪૫ વધીને રૂ.૧૦,૮૮૩.૬૫, ગોપાલ સ્નેક્સ રૂ.૯.૨૫ વધીને રૂ.૩૭૨.૭૦, ગોદાવરી બાયો રૂ.૪.૯૦ વધીને રૂ.૨૬૬.૩૫, જયોતી લેબ્સ રૂ.૬.૩૫ વધીને રૂ.૩૪૭, એડીએફ ફૂડ્સ રૂ.૩.૩૦ વધીને રૂ.૨૩૧.૬૫, ત્રિવેણી એન્જિનિયરીંગ રૂ.૫.૭૫ વધીને રૂ.૩૪૫.૪૫ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૨૪૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૧૭૭ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૨૪૬૬.૨૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૯૯૫૧.૩૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૧૭.૬૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૧૭૬.૬૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૩૭૧.૦૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૧૯૪.૪૦ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૭ લાખ કરોડ વધીને રૂ.૪૫૫.૦૨ લાખ કરોડ
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજી સાથે આજે ઉંચા મથાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ અને પસંદગીના શેરોમાં આકર્ષણ જળવાઈ રહેતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ ૧.૩૭ લાખ કરોડ વધીને રૂ.૪૫૫.૦૨ લાખ કરોડ રહ્યું હતું.