Vapi : ઉમરગામમાં વર્ષ 2020માં 6 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યાના ગુનામાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટના સ્પેશિયલ જજે 20 વર્ષની આજીવન કેદ (જીવનના અંતિમ શ્વાસ સુધી) સજા ફટકારી રૂ.50 હજાર દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. દંડની રકમ અને વળતર પેટે રૂ.6 લાખ મળી કુલ રૂ.6.50 લાખ ભોગ બનનાર પિડીતાને ચૂકવવા પણ આદેશ કર્યો છે.
કેસની વિગત એવી છે કે, ઉમરગામ ખાતે રહેતા પરિવાર 6 વર્ષીય માસૂમ કામીની (નામ બદલ્યું છે.) અને તેનો ભાઈ ગત તા.10-3-20ના રોજ ધૂળેટીના પર્વને લઈ નજીકમાં રહેતી નાનીને ત્યાં રમવા ગયા હતા. બંને ભાઈ બહેનો ચાલી નજીક રમતા હતા તે દરમિયાન નજીકમાં રહેતો સરોજકુમાર લાલબહાદુર ગુપ્તા કામીનીને પોતાની રૂમમાં લઈ ગયો હતો. બાદમાં કામવાસનમાં ચક્ચુર બનેલા સરોજે કામીની સાથે શારીરિક સંભોગ કર્યો હતો. બાદમાં બાળકી રડતા રડતા નાનીના ઘરે પહોંચી હતી. કામીનીએ નાનીને ટોપીવાળા છોકરાએ ખોટુકામ કર્યું હોવાનું જણાવતા નાની તથા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા.
કામીનીના કપડા પર લોહીના ડાઘા તથા ગુપ્તાંગ પર ઈજાના નિશાનો મળી આવ્યા હતા. બાદમાં પરિવારજનો સરોજ ગુપ્તાની રૂમમાં ગયા હતા. જો કે તે ઘરમાં હાજર નહી હોવાથી પાકીટ, પાસપોર્ટ સાઈઝના ફોટા, આધાર કાર્ડ મળી આવ્યો હતો. કામીનીને ફોટ બતાવતા તેણે હવસખોર સરોજને ઓળખી બતાવ્યો હતો. કામીનીના પરિવારે આ બનાવ અંગે ઉમરગામ પોલીસનું શરણું લઈ તેની સામે ફરિયાદ નોંધાવી હતી.
બળાત્કારના ગુનામાં પોલીસે નરાધમ આરોપીને શોધખોળ કરી પકડી પાડી જેલભેગો કર્યો હતો. આરોપીને ગંભીર ગુનામાં વધુમાં વધુ સજા થાય તે માટે સજ્જડ પૂરાવા સાથે ચાર્જશીટ પણ રજુ કરી દીધી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએપિડીતા સહિત અનેક લોકોની જૂબાની સાથે પુરાવા રજુ કરી અનેક પાસાઓ પર દલીલો કરી હતી. સ્પેશિયલ જજ ટી.વી.આહૂજાએ દલીલોને માન્ય રાખી આરોપી સરોજ ગુપ્તાને તકસીરવાર ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધી (આજીવન કેદ)ની સજા અને રૂ.50 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટેદંડની રકમ ભરે તો દંડની રકમ ઉપરાંત રૂ.6 લાખ મળી કુલ રૂ.6.50 લાખ વળતર પેટે પિડીતાને ચૂકવવા આદેશ કર્યો હતો.