gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાલો મેળે…જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ | Hello Mele The world famous Tarnetar folk fe…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
હાલો મેળે…જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ | Hello Mele The world famous Tarnetar folk fe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન કરી મેળાને ખુલ્લો મુકશે

લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પીક્સ, હુડો રાસ, પશુ હરિફાઈ, પશુ મેળો સહિતના કાર્યક્રમો યોજાશે

સુરેન્દ્રનગર  –  થાન તાલુકાના પાંચાળ પ્રદેશ એવા તરણેતર ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થશે. સવારે ભાદરવા સુદ-૩ના દિવસે સવારે ૯-૩૦ કલાકે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન કરી મેળાને ખુલ્લો મુકશે અને ત્યારબાદ સવારે ૧૦-૩૦ કલાકે ગ્રામીણ રમતોત્સવ, વિવિધ સ્ટોલો, પશુમેળો અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું ઉદ્દઘાટન કરવામાં આવશે તેમજ રાત્રે મેળાના સ્ટેજ ખાતે ૯-૩૦ કલાકે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમમાં રાવટીના કલાકારો ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભજન કિર્તન અર્પણ કરશે. 

બીજે દિવસે તા.૨૭ ઓગષ્ટને બુધવારના રોજ સાંજે ૦૫-૩૦ કલાકે પાળીયાદના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર પુ.શ્રી નિર્માળાબા ઉનડબાપુ દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવશે તેમજ રાત્રે માહિતી વિભાગ દ્વારા લોકડાયરો યોજાશે. જ્યારે તા.૨૮ ઓગષ્ટને ગુરૃવારના રોજ ઋષી પાંચમને દિવસે સવારે ૬-૩૦ કલાકે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે તેમજ સવારે ૮-૩૦ કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે અને સવારે સવારે ૧૦-૦૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ રાધવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, કુંવરજીભાઈ બાવળીયા, પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા  સહિત જિલ્લાના ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પી.કે.પરમાર, કિરિટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના રાજકીય આગેવાનો મેળામાં ઉપસ્થિત રહેશે. 

ગુજરાત પ્રવાસન નિગમના તોરણ ટુરીસ્ટ વિલેજની મુલાકાત લેશે તેમજ શિવપુજન ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.  આ ઉપરાંત રસ્સાખેંચ, કુસ્તી સહિતની ગ્રામીણ ઓલ્મ્પીક્સ સ્પર્ધા તેમજ પરંપરાગત રાસ તેમજ હુડો, રાસ-ગરબા, છત્રી હરિફાઈ, વેશભુષા હરિફાઈ, પાવા હરિફાઈ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે અને રાત્રે ૯-૩૦ કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ તેમજ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે અંતિમ દિવસે તા.૨૯ ઓગષ્ટને શુક્રવારના રોજ સવારે ૭-૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે ત્યારબાદ બપોરે ૧૨-૦૦ કલાકે જીલ્લા વહિવટી તંત્ર તથા જીલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

આ મેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિની ઝાંખી થાય છે ખાસ કરીને માલધારી સમાજ, મોટાભાઈ નાનાભાઈ ભરવાડ, રબારી, ત.કોળી, ચુ.કોળી, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ, ગરાસીયા દરબારો, કાઠી દરબારો દરેક સમાજ કોઈપણ જાતનાં ધાર્મિક ભેદભાવ વિના આ મેળામાં આવે છે અને ભાતીગળ મેળાની મોજ માણે છે. આ ઉપરાંત તરણેતરનાં મેળામાં ગ્રામ્ય રમોત્સવની રમતોનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં અશ્વરેસ, બળદગાડા રેસ, હોલીબોલ, ખોખો, કુસ્તી, કબડ્ડી જેવી વિવિધ રમતોનો સમાવેશ થાય છે. 

મેળામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

આજથી શરૃ થતા મેળામાં કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૧૦-ડીવાયએસપી, ૫૦-પીઆઈ, ૧૦૦-પીએસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિત ૨૫૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે તેમજ ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં આવતા લોકો પર નજર રાખવામાં આવશે.

મેળામાં આરોગ્ય તેમજ સફાઈને લઈને પણ તંત્ર સજ્જ

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી પડે છે ત્યારે મેળામાં આવતાં લોકોના આરોગ્યનું ચેકિંગ તેમજ રોગચાળો ન ફેલાય તે માટે મેળામાં સફાઈ સહિતની બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને સફાઈ ન રાખનાર સ્ટોલધારકો સામે કાર્યવાહી પણ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોળના ઐતિહાસિક શેરી ગરબા પરંપરાની સરકાર દ્વારા પણ ઉપેક્ષા, જાણો શું કરાઈ માગ | Navratri 2025: Govt N…
GUJARAT

પોળના ઐતિહાસિક શેરી ગરબા પરંપરાની સરકાર દ્વારા પણ ઉપેક્ષા, જાણો શું કરાઈ માગ | Navratri 2025: Govt N…

September 28, 2025
બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવી પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવી, કેમ મામલો બીચક્યો | Bopal arrog…
GUJARAT

બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવી પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવી, કેમ મામલો બીચક્યો | Bopal arrog…

September 28, 2025
અમદાવાદમાં નવો ક્રેઝ, ગરબાના 2500ના પાસ, ટુ વ્હિલર પાર્કિંગના 100, પાણીની બોટલ રૂ. 50માં | Ahmedabad…
GUJARAT

અમદાવાદમાં નવો ક્રેઝ, ગરબાના 2500ના પાસ, ટુ વ્હિલર પાર્કિંગના 100, પાણીની બોટલ રૂ. 50માં | Ahmedabad…

September 28, 2025
Next Post
ઉંચા ટેરિફની પ્રતિકૂળ અસરની સ્થિતિમાં RBI નીતિવિષયક પગલાં હાથ ધરશે | RBI to take policy measures in …

ઉંચા ટેરિફની પ્રતિકૂળ અસરની સ્થિતિમાં RBI નીતિવિષયક પગલાં હાથ ધરશે | RBI to take policy measures in ...

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ | Women Warriors F…

મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ | Women Warriors F...

કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton …

કપાસની આયાત ડયુટી રદ થતાં સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ | Farmers of Surendranagar angry over cotton ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

2 months ago
મા અંબાજીના ચરણોમાં ત્રીજા દિવસે 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શિશ ઝુકાવ્યાં, મહામેળામાં હૈયે હૈયું દળાય ત…

મા અંબાજીના ચરણોમાં ત્રીજા દિવસે 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શિશ ઝુકાવ્યાં, મહામેળામાં હૈયે હૈયું દળાય ત…

3 weeks ago
7 ફૂટ ઊંચા હિમ શિવલિંગના દર્શનાર્થે આવશે લાખો શ્રદ્ધાળુઓ, જાણો ક્યારથી શરૂ થશે અમરનાથ યાત્રા | amarn…

7 ફૂટ ઊંચા હિમ શિવલિંગના દર્શનાર્થે આવશે લાખો શ્રદ્ધાળુઓ, જાણો ક્યારથી શરૂ થશે અમરનાથ યાત્રા | amarn…

5 months ago
ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો | pakistan see…

ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો | pakistan see…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News