Supreme Court Justice Vikram Nath: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથે શનિવારે (30મી ઓગસ્ટ) કહ્યું કે, ‘હું કાનૂની ક્ષેત્રમાં મારા કામ માટે જાણીતા છે, પરંતુ રખડતા શ્વાનના કેસથી હવે મને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયા મને ઓળખવા લાગી છે.’ તેમણે રખડતા શ્વાન સંબંધિત કેસ સોંપવા બદલ ભારતના મુખ્ય ન્યાયાધીશનો આભાર વ્યક્ત કર્યો.
‘કોર્ટે જનતાનો વિશ્વાસ જાળવી રાખ્યો’
કેરળમાં માનવીઓ અને પ્રાણીઓ વચ્ચે ઊભી થતી સમસ્યાઓ પર આયોજિત એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથે હાજરી આપી હતી. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA) અને કેરળ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (KeLSA)એ તિરુવનંતપુરમમાં એક પરિષદનું આયોજન કર્યું હતું.