– બોટાદના લાખેણી ગામે ક્રિકેટ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો
– પાલિતાણા અને ગારિયાધાર પંથકમાં જાહેરમાં જુગાર રમતા 12 શખ્સ ઝડપાયા
ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લામાં જુગાર, ક્રિકેટ સટ્ટા અને આંકડાના જુગારના અલગ-અલગ કુલ ચાર બનાવોમાં કુલ ૧૪ શખ્સોને ભાવનગર અને બોટાદની પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે પાલિતાણા તાલુકાના જીવાપર ગામની ગ્રામ પંચાયતની બાજુમાં જાહેરમાં જુગાર રમતા જલ્પેશ નરશીભાઈ મકવાણા, કમલેશ નાનજીભાઈ શિયાળ, હરેશ સામંતભાઈ શિયાળ, દિનેશ લાખાભાઈ શિયાળ, મયુદીન મમદભાઈ મોરી અને કેતન નાનજીભાઈ શિયાળ (તમામ રહે. જીવાપર)ને પાલિતાણા ટાઉન પોલીસે જ્યારે ગારિયાધારના ટીંબા ગામે સાંઢખાખરા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ધનજી નાનજીભાઈ ડૂભીલ, બાબુ શાંતિભાઈ ડૂભીલ, તુલશી ગુનીયાભાઈ ડુભીલ, પ્રતિક પ્રમુખભાઈ ભીલ, રમેશ કાનજીભાઈ ભીલ અને અશ્વિન કાલસીયાભાઈ ડુભીલને ગારિયાધાર પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.