Gujarat Fire Construction Accidents: ગુજરાત વિધાનસભાના સત્રમાં પ્રશ્નોતરીમાં જુદા જુદા સભ્યો દ્વારા પોતાના જુદા જુદા જિલ્લામાં બાંધકામોની સાઈટોમાં થયેલા અકસ્માતો અને ઔદ્યોગિક એકમોમાં લાગેલી આગની ઘટના અંગે પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકાર દ્વારા રજૂ કરાયેલી માહિતી મુજબ રાજ્યમાં અમદાવાદ જિલ્લા સહિત કુલ 16 જિલ્લા સાથે અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ અને બાંધકામ અકસ્માતની 193 જેટલી ઘટનાઓ બની છે.
એકમોમાં આગ-બાંધકામોમાં મૃત્યુ મુદ્દે 150થી વધુ પોલીસ કેસ
આ અકસ્માતની ઘટનાઓમાં 88 કામદારો મોતને ભેટ્યા છે, તેમજ 30થી વઘુ કામદારો ઘાયલ થયા હતા. આ તમામ ઘટનાઓમાં 150થી વઘુ ફોજદારી ગુના દાખલ કરવામા આવ્યા છે. મહત્ત્વનું છે કે આગની ઘટનાઓ કરતા બાંધકામોની સાઈટો પર થતા અકસ્માતોની ઘટનામાં સૌથી વઘુ કામદારોના મૃત્યુ નોંધાયા છે.
આ પણ વાંચો: રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો
બાંધકામોની સાઈટો પર સૌથી વધુ મૃત્યુ
આ ઘટનાઓમાં જુદી જુદી કંપનીઓના જવાબદાર માણસો સહિતના લોકો સામે ગુનો નોંધી વઘુ કાર્યવાહી કરવામાં આવી છે અને ઘણા એકમો સામે મનાઈ હુકમો પણ થયા હતા. આ તમામ ઘટનાઓ અને મૃત્યુના આંકડા 01/02/2023 થી 31/01/2024 અને 01/02/2024 થી 31/01/2025 સુધીના બે વર્ષના છે.