– ઉભી મૌલાત પર ઝરમર વરસાદથી ચોતરફ લીલોતરી
– કપાસનું 2.13 લાખ હે.માં અને મગપળીનું 1.15 લાખ હેકટરમાં થીંગુ વાવેતર થયું
ભાવનગર : ચોમાસાની સિઝન પુરબહારમાં જામી છ ત્યારે ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર પણ મન દઈને કર્યું છે. ખેતીવાડી વિાગના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વિવિધ જણસીના કુલ મળી ૪૦૯૯૫૪ હેકટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મહતમ વાવેતર કપાસનું ૨.૧૩ લાખ હેકટરમાં થયું હોવાનું જણાયું છે.
ભાવનગર જિલ્લામાં વરસાદની મૌસમ ખીલી છે. જેની સાથે ખેડુતો દ્વારા ખરીફ પાક લેવાની તક પણ ચુકી નથી અને જિલ્લામાં બાજરી, જુવાર, મકાઈ, તિવેર, મગ, મઠ, અડદ, તલ, દિવેલા, સોયાબીન, શેરડી, અજમા સહિતની જણસીનું વાવેતર કરવામાં આવ્યું છે. તો ખરીફ પાકમાં ખેડુતોનો મોટા વર્ગે વાવેતર માટે મગફળીની પસંદગી કરી જિલ્લામાં ૧૧૫૫૧૪ હેકટરમાં વાવેતર કર્યું છે. તો કપાસ માટ ેકુલ ૨૧૩૧૦૭ હેકટરમાં જમીનમાં વાવેતર કરાયું હોવાનું જણાયું છે. જ્યારે શાકભાજી માટે ૪૫૬૩૫ હેકટર અને ઘાસચારા માટે ૩૯૧૧૫૧ હેકટર જમીનમાં મબલખ વાવેતર કરવામાં આવ્યું છે. આમ તાલુકા પ્રમાણે વાવેતર જોવામાં આવે તો મહુવામાં મહતમ ૭૫૮૫૩ હેકટરમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભાવનગર તાલુકામાં ૨૯૨૨૩ હેકટરમાં, ગારીયાધારમાં ૩૮૬૩૯ હેકટરમાં, ઘોઘામાં ૨૬૫૧૪ હેકટરમાં, જેસરમાં ૨૬૦૧૪ હેકટરમાં, પાલીતાણામાં ૩૪૪૫૧ હેકટરમાં, સિહોરમાં ૪૬૧૩૬ હેકટરમાં, તળાજામાં ૬૧૯૦૯ હેકટરમાં, ઉમરાળામાં ૩૦૮૭૯ હેકટરમાં, વલભીપુરમાં ૪૦૨૩૬ હેકટરમાં ચોમાસુ ખરીફ પાકનું વાવેતર થયું હોવાનું જણાયું છે.
ખરીફ પાકનું તાલુકાવાર વાવેતર વિસ્તાર
તાલુકો |
બાજરી |
મગફળી |
કપાસ |
શાકભાજી |
ઘાસચારો |
કુલ |
ભાવનગર |
૧૪૩૧ |
૩૫૭૬ |
૭૫૨૧ |
૧૧૮૪ |
૧૩૦૩૨ |
૨૯૩૨૩ |
ગારિયાધાર |
૧૪૧ |
૨૬૩૪ |
૩૪૨૪૭ |
૧૪૭ |
૯૮૭ |
૩૮૬૩૯ |
ઘોઘા |
૧૦૩૮ |
૧૩૪૭૨ |
૭૪૧૧ |
૫૭૮ |
૩૭૧૩ |
૨૬૫૧૪ |
જેસર |
૧૮૧ |
૧૫૦૦૧ |
૯૦૦૮ |
૩૧૫ |
૭૭૪ |
૨૬૦૧૪ |
મહુવા |
૧૦૭૪ |
૩૭૪૪૦ |
૨૬૪૧૦ |
૧૧૫૩ |
૫૩૧૧ |
૭૫૮૫૩ |
પાલિતાણા |
૪૫૨ |
૬૨૫૧ |
૨૨૮૨૪ |
૩૦૫ |
૩૧૭૧ |
૩૪૪૫૧ |
સિહોર |
૭૯૫ |
૧૦૫૨૧ |
૨૪૬૩૬ |
૬૦૮ |
૩૫૨૨ |
૪૬૧૩૬ |
તળાજા |
૧૦૮૩ |
૨૬૦૫૩ |
૧૯૫૫૨ |
૧૦૮૨ |
૮૫૪૦ |
૬૧૯૦૯ |
ઉમરાળા |
૫૪ |
૫૫૫ |
૨૭૬૮૪ |
૨૧૬ |
૧૦૧૪ |
૩૦૮૭૯ |
વલ્લભીપુર |
૦ |
૧૧ |
૩૩૮૧૪ |
૫૪૭ |
૫૫૭૧ |
૪૦૨૩૬ |
કુલ |
૬૨૪૯ |
૧૧૫૫૧૪ |
૨૧૩૧૦૭ |
૬૧૩૫ |
૪૫૬૩૫ |
૪૦૯૯૫૪ |