Patan News : ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે નદી-નાળા અને ડેમ છલકાયા છે. તેવામાં આજે (8 સપ્ટેમ્બર) પાટણના સિદ્ધપુરામાં સરસ્વતી નદીમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતી ડૂબી હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં બેના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક યુવતીને બચાવી લેવાની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ૉ
સરસ્વતી નદીના પૂરમાં ડૂબી જવાથી બેના મોત
મળતી માહિતી મુજબ, ધોધમાર વરસાદના કારણે રાજ્યના અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે, ત્યારે તંત્રએ લોકોને નદી કિનારા વિસ્તારની નજીક ન જવા સૂચના પણ આવામાં આવી છે. આ દરમિયાન સરસ્વતી નદીના પૂરમાં સિદ્ધપુરના મુડાણા ગામની ત્રણ યુવતીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા! જોકે આ જિલ્લામાં હજુ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી
આ ઘટનામાં સજના છનાજી ઠાકોર (ઉં.વ.19) અને કાજલ વનરાજજી ઠાકોર(ઉં.વ.15)નું ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જ્યારે કાજલ છનાજી ઠાકોર (ઉં.વ. 22)ને બચાવી લેવામાં આવી હતી. સમગ્ર ઘટાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.