– પાકિસ્તાન સાથે તંગદીલી વચ્ચે સંરક્ષણ મંત્રાલયનો નિર્ણય
– 1949માં સ્થપાયેલી પ્રાદેશિક સેનામાં 40 હજારથી વધુ જવાનો, યુદ્ધમાં મુખ્ય સેનાને સહાયક તરીકે મદદ કરશે
– સૈન્યવડા પ્રાદેશિક સેનાના તમામ અધિકારી-જવાનોને ગમે ત્યારે બોલાવી શકશે, ત્રણ વર્ષ સુધી આ છૂટ મળી
નવી દિલ્હી : સરહદે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, એવામાં ભારતીય સેનાના વડાને કેન્દ્ર સરકારે વધુ સત્તા સોંપી છે અને પ્રાદેશિક સેનાને બોલાવવાની છૂટ આપી દીધી છે. પ્રાદેશિક સેનામાં હાલ ૪૦ હજારથી વધુ જવાનો છે. જે યુદ્ધ થાય તો સેનાને મદદરૂપ થઇ શકશે.