અમદાવાદ,બુધવાર
અમદાવાદમાં મસાજ સેન્ટરના નામે મોટાભાગના સ્પા સેન્ટરની આડમાં દેહ વિક્રયનો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે માધુપુરામાં આવેલુ એડવાન્સ પ્લાઝા જાણે સ્પા અને મસાજ સેન્ટરનું હબ બની ગયુ છે અને ત્યાં આવેલા ટાઇટન અને ડીટોક્સ સ્પા નામના બે વિડીયોમાં મસાજના નામે ચાલતા કૌભાંડની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં સ્પાના સંચાલકો પોલીસનો ડર ન રાખવાની ખાતરી આપવાની સાથે કહે છે હમારી લડકીયા કો-ઓપરેટીવ હે.. અંદર જાકર બોલ દેના.. ત્યારબાદ સ્પાની અંદર યુવતી મસાજ સિવાયની સેવાના ભાવતાલ કરે છે. ત્યારે સ્પામાં ખરેખર મસાજ ચાલતા હોવાના પોલીસના દાવા પર અનેક સવાલો ઉભા થયા છે.
(પ્રતિકાત્મક ફોટો)
માધુપુરામાં સ્વામીનારાયણ બીએસપીએસ મંદિરની સામે આવેલા એડવાન્સ પ્લાઝામાં મોટાભાગની દુકાનો સ્પા સેન્ટરથી ભરચક છે. ત્યારે ભગવાનના મંદિર સામે જ સ્પા સેન્ટરની આડમાં મોટાભાગના સ્પા સેન્ટરમાં દેહવિક્રયના કાળા ધંધા બેરોકટોક રીતે ચાલે છે. સામાન્ય રીતે પોલીસ દાવો કરે છે કે સ્પામાં થેરાપીસ્ટ દ્વારા માત્ર કાયદેસરના મસાજ કરવામાં આવે છે. પરંતુ, એડવાન્સ પ્લાઝા જેવા નાના કોમ્પ્લેક્સમાં ચાલતા અનેક સ્પા સેન્ટરોએ પોલીસના આ દાવા પર અનેક સવાલ ઉભા કર્યા છે. ેએડવાન્સ પ્લાઝામાં આવેલા ટાઇટન અને ડીટોક્સ સ્પાના બે વિડીયો સામે આવ્યા છે. જેમાં ટાઇટન સ્પામાં ખાસ કરીને ૧૮ થી ૨૦ વર્ષ સુધીની યુવતીઓ છે. જ્યારે ગ્રાહકે મસાજ ઉપરાંત,ની સેવાની વાત કરી ત્યારે ત્યાંના મેનેજરે કહ્યુ કે લકડીયા કો-ઓપરેટીવ હે. પ્રોબ્લેમ નહી હોગા..બાદમાં સાડા ત્રણ હજારમાં અંદર ડીલ કરવામાં આવે છે.
આ રીતે ડી ટોક્સ સ્પામાં ફુલ સર્વિસમાં સ્ટાફ કો-ઓપરેટીવ છે. તેમ કહેવામાં આવ્યું હતું. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે એડવાન્સ પ્લાઝામાં આવેલા વિવિધ સ્પામાં કામ કરતી કેટલીક યુવતીએ વિદેશની છે. જે ટુરીસ્ટ વિઝા પર આવીને સ્પામાં કામ કરે છે. જે ગેરકાયદે છે.
કેટલાંક સ્પામાં પડદા પાછળની પોલીસની શક્યતા!
અમદાવાદમાં ચાલતા સ્પામાં બેરકોટક રીતે ચાલે છે. તેની પાછળ પોલીસનું પીઠબળ મળી રહ્યું છે. ત્યારે કેટલાંક સ્પા સેન્ટરમાં પોલીસની સીધી ભાગીદારી હોવાની પણ વિગતો જાણવા મળી છે. ત્યારે સ્પાના કાળા કારોબારમાં પોલીસને તગડી આવક થાય છે અને સ્પાના સંચાલકોને પોલીસનું રક્ષણ મળે છે.
યુવતીઓને પગાર નહી પણ કમિશનની ઓફર
સ્પાની અંદર કામ કરતી યુવતીઓએ મસાજ સિવાયની એકસ્ટ સર્વિસ આપતા કહ્યું કે તેમને ગ્રાહક પાસે ત્રણ હજાર થી પાંત્રીસો રૂપિયા સુધીમાં ડીલ કરવાનું કહેવામાં આવે છે. જેની સામે તેમને આ રકમમાંથી ૬૦ ટકા મળે છે અને બાકીના ૩૦ થી ૪૦ ટકા સ્પાના સંચાલકને મળે છે. જેથી સંચાલકોને પગાર આપવામાંથી મુક્તિ મળે છે.