– નટવરગઢમાં તીન પતીનો જુગાર રમતાં 12 શખ્સ ઝડપાયા
લીંબડી : લીંબડી તાલુકાના નટવરગઢ ગામે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં ૧૨ શખ્સો ઝડપાયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તથા મોબાઈલ અને કાર મળીને કુલ રૂપિયા ૩.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો હતો.
લીંબડી પોલીસે નટવરગઢ ગામે રામરજપર જવાનાં માર્ગ પર ગોરધનભાઈ શેઠના ગલ્લા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં (૧) દિલીપ ઉકાભાઈ વેગડ (૨) ચંદુ ઉકાભાઈ વેગડ (૩) પ્રવિણ દિલીપભાઈ વેગડ (૪) મહાદેવ મનશુખભાઈ કાલીયા (૫) રાજેશ રામજીભાઈ કાલીયા તમામ રહે. નટવરગઢ (૬) ગોપાલ ભગવાનભાઈ બદ્વેશીયા (૭) વિષ્ણુ ભગવાનદાસ બરોલીયા (૮) ખોડુભા ડાયાભા જાદવ (૯) લાલો રતુભાઈ સોલંકી તમામ રહે. મોજીદડ (૧૦) કિશોર પાલજીભાઈ વાઢેર રહે.વઢવાણ (૧૧) ધનશયામ લક્ષ્મણભાઈ નાગડુકીયા રહે.સાકળી (૧૨) કિશોર શીવાભાઈ પટેલ રહે. સુરેન્દ્રનગરને ઝડપી પાડયા હતાં પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂ.૬૬,૭૭૦, ૮ મોબાઈલ કિં.રૂ.૩૧,૦૦૦, ૧ ઓટો રિક્ષા કિં.રૂ. ૭૦,૦૦૦, એક કાર કિં.રૂ. ૧,૫૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૩,૧૭,૭૭૦નો મુદામાલ કબજે કરીને તમામ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.