– દારૂ,જુગાર, લૂંટ અને બાળાત્કાર સહિતના વિવિધ ગુનામાં
– સૌથી વધુ આણંદ, બોરસદ,અને મહેદાવાદમાંથી પકડાયાઃ બાળાત્કારના કેસોમાં આણંદમાં 90, ખેડામાં 91 આરોપી
અમદાવાદ : ગુજરાતમાં દિવસને દિવસે ક્રાઈમરેટ વધી ગયો છે ત્યારે સરકારના આંકડા મુજબ માત્ર ખેડા અને આણંદ બે જ જિલ્લામાંથી છેલ્લા એક વર્ષમાં દારૂ, લૂંટ, જુગાર અને બળાત્કાર સહિતના વિવિધ ગુનામાં ૧૬૪૦૦થી વધુ ગુનેગારો પકડાયા છે.જેમાં સૌથી વધુ આણંદ, બોરસદ, ખંભાત અને મહેદાાવદમાંથી પકડાયા છે. બળાત્કારના કેસોમાં ૯૦ જેટલા અને ખેડામાં ૯૧ જેટલા આરોપીઓ પકડાયા છે.
ગુજરાત વિધાનસભામાં આણંદ અને ખેડા સહિતા બે જિલ્લાને લઈને પુછાયેલા પ્રશ્નમાં સરકારના ગૃહ વિભાગ દ્વારા રજૂ કરાયેલી માહિતી મુજબ ૩૧-૧-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં આણંદ અને ખેડા જિલ્લામાં શહેર તથા તાલુકાવાર દારૂ,નશીલા પદાર્થો, જુગાર, લૂંટ, આત્મહત્યા, બળાત્કાર,છેડતી અને છેતરપીંડી હેઠળ ૧૬૪૦૮ ગુનેગારો પકડાયા છે. જ્યારે ૨૧૨ ગુનેગારો પકડવાના હજુ બાકી છે. કુલ પકડાયેલા ગુનેગારોમાં સૌથી વધુ આણંદ, બોરસદ તેમજ ખંભાત અને મહેદાવાદ સહિતના તુલાકાના છે.
આ ઉપરાંત માત્ર બળાત્કારના કેસોમાં આણંદ જિલ્લામાં આણંદ શહેરમાંથી ૧૨, આણંદમાંથી ૧૬, ઉમરેઠામાંથી ૭, પેટલાદમાં ૧૨, બોરસદમાં ૧૭,આંકલાવમાં ૯, ખંભાતમાં ૧૨, સોજિત્રામાં ૨ અને તારાપુરમાંથી ૩ આરોપી સહિત ૯૦ ગુનેગાર પકડાયા છે. જ્યારે ખેડા જિલ્લામાં નડિયાદ શહેરમાંથી ૧૨, નડિયાદમાંથી ૧૮, માતરમાંથી ૪, વસોમાં ૩, ઠાસામાં ૧૨, ગળતેશ્વરમાં ૭, કપડવંજમાં ૧૨, કઠલાલમાં ૬, મહેદાવાદમાં ૮,મહુધામાં ૬ અને ખેડામાંથી ૩ આરોપી બળાત્કારને લગતા કેસોમાં પકડાયા છે.
ખેડા અને આણંદ જિલ્લાના કયા તાલુકામાં કેટલા આરોપી
આણંદ |
આરોપી |
ખેડા |
આરોપી |
|
આણઁદ શહેર |
૬૬૮ |
નડિયાદ |
૭૩૪ |
|
આણંદ |
૧૪૫૦ |
નડિયાદ |
૭૯૬ |
|
ઉમરેઠ |
૬૬૯ |
માતર |
૩૪૭ |
|
પેટલાદ |
૮૦૯ |
વસો |
૧૬૮ |
|
બોરસદ |
૧૧૪૮ |
ઠાસરા |
૭૨૬ |
|
આંકલાવ |
૪૬૩ |
ગળતેશ્વર |
૩૭૨ |
|
ખંભાત |
૯૩૮ |
કપડવંજ |
૭૬૭ |
|
સોજીત્રા |
૨૧૩ |
કઠલાલ |
૪૯૭ |
|
તારાપુર |
૧૯૯ |
મહેદવાદ |
૯૭૨ |
|
|
|
મહુધા |
448 |
|
|
|
ખેડા |
439 |
|