– કોંગ્રેસ શાસનમાં અરૂણાચલની અવગણના કરાઈ
– વિકાસને લગતું મુશ્કેલ કાર્ય છોડી દેવાની કોંગ્રેસને વારસાગત ટેવ હોવાનું જણાવી પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર
ઇટાનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે કોઈપણ વિકાસલક્ષી કાર્ય મુશ્કેલ લાગતું હોય તેને છોડી દેવાનું કોંગ્રેસના વારસાગત ટેવ છે. તેમણે અરુણાચલ પ્રદેશમાં રૂ. ૫,૧૦૦ કરોડના વિકાસલક્ષી કાર્યક્રમોનું અનાવરણ કરતાં આ વાત જણાવી હતી. તે બે મેગા હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.