Vadodara Accident : વડોદરા તાલુકાના વરણામા ગામે દશામાં ફળિયામાં રહેતા 22 વર્ષના વિપુલ વિજય વસાવા રાત્રે 9:15 કલાકે ગામના જૈન મંદિર પાસેથી પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહનની ટક્કર વાગવાથી ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માતના બીજા બનાવની મળતી વિગત મુજબ ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના 45 વર્ષના પારસ કાલિદાસ વસાવા રાત્રે 12:00 વાગ્યે ભાલિયાપુરા રોડ પર બાઈક લઈને જતા હતા ત્યારે વાહન સ્લીપ થયું હતું.
અકસ્માતના ત્રીજા બનાવની પ્રાપ્ત માહિતી વૈકુંઠ ચાર રસ્તા હીરાનગરમાં રહેતા 35 વર્ષના વિષ્ણુ રાઠવા રાત્રે 10 વાગ્યે ઘર નજીક ચાલવા નીકળ્યા હતા ત્યારે અજાણ્યા એકટીવાચાલકે ટક્કર મારી હતી.
અકસ્માતના ચોથા બનાવની મળતી વિગત મુજબ ડભોઇ તાલુકાના કેલનપુર ગામના ચોરાવાળા ફળિયામાં રહેતા મહેશ સવારે ડભોઇ પોલીસમાં જણાવ્યું હતું કે 24મી તારીખે સાંજે 7:30 વાગ્યે ભીલાપુર ગામની સીમમાં ઢાઢરર નદીના બ્રિજ પરથી પસાર થતી ઇકો ચાલકે પુર ઝડપે આવી તેમની રિક્ષાને ટક્કર મારી હતી તેથી તેમને ગંભીર ઇજા પહોંચી હતી.