અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં લાંભા પાસે આવેલા કમોડ ગામના રબારી પરિવારના વૃદ્ધ સાબરમતી નદીના કિનારે પશુઓ ચરાવતા હતા. દરમિયાન પાણીમાં ડૂબી વૃદ્ધ અને એક યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કમોડમાં તરવૈયા વૃદ્ધનો મૃતદેહ કાઢતા હતા અન્ય એક યુવક ડૂબ્યાની જાણ થઇ ઃ નારોલ પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંભા વોર્ડમાં આવેલા કમોડ ગામના સર્કલ પાસે સાબરમતી નદીમાં આજે સવારે ૧૧ વાગે એક વ્યક્તિની લાશ પાણીમાં તરતી સ્થાનિક લોકોએ જોઇ હતી. જેની જાણ ફાયર બ્રિગેડ વિભાગને કરતા ફાયરની તરવૈયાની ટીમે કમોડના ૬0 વર્ષનો મૃતદેહ બહાર કાઢ્યો હતો પૂછપરછ કરતાં તેઓ નદી કિનારે પશુ ચરાવવા ગયા હતા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું.
દરમિયાન બીજી વ્યકિત પણ નદીના પાણીમાં ડૂબી ગઇ હોવાની જાણ થતાં ફાયર બિગ્રેડેની ટીમ સાંજે ૬ વાગે યુવકની લાશ બહાર કાઢી હતી તે પણ કમોડમાં રહેતા ૩5 વર્ષના યુવકનો હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.