Vadodara Fraud Case : લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી કમ્પ્લીટ કરવાના નામે વીજ કંપનીના નિવૃત્ત એન્જિનિયર સાથે 43 લાખની ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યો છે.
તમારી પોલિસી રી ઇન્વેસ્ટમેન્ટ માટે આવી છે, સર્વપલ્લી મેડમ સાથે વાત કરો
દંતેશ્વરમાં રહેતા જીઇબીના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અજમેર સિંહ જોરાસિંહે મારી પાસે એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સની પોલીસી હતી. ગઈકાલ 24મી મારા ઉપર અનુરાગ ઠાકોરનો ફોન આવ્યો હતો અને તેણે તમારી પોલીસી રી ઇન્વેસ્ટમેન્ટ માટે આવી છે અને રી ઇન્વેસ્ટના કરવી હોય તો સર્વપલ્લી મેડમનો સંપર્ક કરો તેમ કહી મોબાઈલ નંબર આપ્યો હતો.
સર્વપલ્લીએ કહ્યું, આજે છેલ્લો દિવસ છે, તાત્કાલિક 10000 ભરી દો
સર્વપલ્લીએ કહ્યું હતું કે તમારી પોલીસીની તમામ વિગતો મારી પાસે છે અને વેરિફિકેશન માટે પોલીસીને લગતી વાત કરી હતી. ત્યારબાદ સર્વપલ્લી કહ્યું હતું કે પોલીસી ઇન્વેસ્ટ કરવા માટે આજે છેલ્લો દિવસ છે અને 10000 રૂપિયા ભરવા પડશે. જેથી મેં આ રકમ તેમણે આપેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.
બીજાની પોલિસી પર કેમ ક્લેમ કરો છો.. પોલિસીના રૂપિયા જોઈતા હોય તો 80 લાખ ભરી દો
નિવૃત્ત એન્જિનિયરિંગ વધુમાં કહ્યું છે કે, જો તમારે રૂપિયા પાછા જોઈતા હોય તો એફ કે નાઈક સર જોડે વાત કરવી પડશે. જેથી એસ.કે નાઈટ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે તમે બીજી પોલીસીમાં રોકાણ કરો હું તમને વધારે સારો બેનિફિટ કરાવી આપીશ મારી પાસે ઘણી બધી પોલિસી અનકમ્પલેટ પડી છે.
તેમણે મને અલગ અલગ બેંક એકાઉન્ટ મોકલ્યા હતા જેમ અમે તબક્કાવાર કુલ રૂ.43 લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ વેરિફિકેશન ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો હતો અને તમારી પોલીસી નથી તો બીજાની પોલિસ માટે શા માટે કલમ કરો છો તેમ કહી પોલિસીના રૂપિયા માટે 80 લાખની માંગણી કરતા મને શંકા પડી હતી અને સાયબર સેલનો સંપર્ક કરતા તેમણે પોલીસ ફરિયાદ લીધી હતી.