રિપોર્ટ: અનુજ ઠાકર.
ગાંધીનગર, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫
ગુજરાતની ધરતી પર જ્યારે ભવ્યતા અને પરંપરા એક સાથે આવે ત્યારે ઉત્સવને નવું પરિમાણ મળે છે. સુઘડ ફાર્મ, ગાંધીનગર ખાતે આયોજિત એલિટ બર્ડ્સ નવરાત્રી ૨૦૨૫ એ એ જ સાક્ષાત્કાર કર્યો. સંગીત, ગર્ભા અને લોકપ્રિય હસ્તીઓની ઉપસ્થિતિથી આ સાંજ યાદગાર બની ગઈ.
ગુજરાતી સિતારાઓની ઝળહળાટી
આ ભવ્ય ઉજવણીમાં ગુજરાતના જાણીતા કલાકારો – હિતુ કનોડિયા, પૂજા જોષી, મલ્હાર ઠાકર, ઐશા કંસારા, શ્રદ્ધા ડાંગર, આરોહી, તત્સત મુનશી અને દેવર્ષિ શાહએ હાજરી આપી. ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત દિગ્દર્શક વૈશાલ શાહ તેમજ નિર્માતા કુણાલ સોની અને સંજય સોનીએ પણ આ ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા. એમટિવી ફેમ રિયા સુબોધના આગમનથી ઉજવણીમાં ફેશનનો અનોખો રંગ છવાયો.
રાજકીય નેતાઓની ઉપસ્થિતિ
રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રના આગેવાનો પણ આ અનોખી નવરાત્રીના સાક્ષી બન્યા. હાર્દિકભાઈ પટેલ, હિતુભાઈ કનોડિયા, સાંસદ હસમુખભાઈ પટેલ, ગાંધીનગરની મેયર મીરાબેન પટેલ તેમજ પ્રદીપસિંહજી વાઘેલા સહિતના પ્રતિષ્ઠિત નેતાઓએ ઉપસ્થિતિ આપી. તેમની હાજરીએ આ મહોત્સવની પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ આપી.
અનોખી “વ્હાઇટ થીમ”
આ વર્ષે એલિટ બર્ડ્સ નવરાત્રીની ખાસિયત રહી “વ્હાઇટ થીમ”. પારંપરિક ગર્ભામાં જ્યારે સૌએ સફેદ પરિધાન ધારણ કર્યું ત્યારે સમગ્ર માહોલમાં શાંતિ, આકર્ષણ અને સૌંદર્યનું અનોખું સંયોજન દેખાયું. ગર્ભાના તાલે સૌએ એકતા અને ઉમંગ સાથે ઉજવણી કરી.
ઉત્સવનું મહત્વ
એલિટ બર્ડ્સ નવરાત્રી માત્ર એક ગર્ભોત્સવ ન રહી, પરંતુ એ એક એવું પ્લેટફોર્મ સાબિત થયું જેમાં વ્યવસાય જગતના આગેવાનો, કલાકારો, ઈન્ફ્લુએન્સર્સ અને નેતાઓ એક જ મંચ પર આવી ગુજરાતના સર્વોચ્ચ તહેવારની સાથે ભવ્યતા અને પરંપરાનો સમન્વય કર્યો.
આ કાર્યક્રમએ સાબિત કર્યું કે જ્યારે પરંપરા અને આધુનિકતાનો સંગમ થાય ત્યારે ઉત્સવ માત્ર ઉજવણી ન રહે, પરંતુ સમાજને એકસાથે લાવતું એક પુલ બની જાય.