સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરશ્રી એચ.આર.જોષીની યાદીમાં જણાવ્યા મુજબ શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરીની ૨૪મી વાર્ષિક સાધારણ સભા સંઘનાં સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને તા. ૨૯/૦૯/૨૦૨૫ના રોજ સર્વોત્તમ ડેરી ખાતે સંઘનાં સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરશ્રી એચ.આર.જોષી, ડાયરેક્ટરશ્રીઓ, તથા મંડળીનાં પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા. જેમાં એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી.
૨૪-૨૫ની વાર્ષિક સાધારણ સભાના તમામ ઠરાવો સર્વાનુમતે પસાર થયા બાદ સભામાં ઉપસ્થિત રહેલ ૧૦૦ % સભાસદ મંડળીનાં પ્રતિનિધિઓનું સ્વાગત પ્રવચન સંઘનાં ડાયરેક્ટરશ્રી માવજીભાઈ ભાલીયાએ કર્યું હતું.
સને. ૨૦૨૪.૨૫માં સર્વોત્તમ ડેરીને સૌથી વધારે દૂધ આપનાર ૧ થી ૧૦ નંબરને તથા સેક્સ સીમેન ડોઝ વાપરનારને ૧ થી ૧૫ ક્રમ મેળવનાર મંડળીનાં પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યાં. સંઘનાં સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરશ્રી એચ.આર.જોષીએ આગામી સમયનું વિકાસ આયોજન ઉપરાંત સંઘની વિકાસ ગાથા, ઓછા પશુએ વધારે દૂધ ઉત્પાદન થાય તેના પર ભાર મુકેલ,
ખેડૂતને બે પાંદડે કરવા માટે સર્વોત્તમ દાણનો વપરાશ, મોંઘા પશુધનની દૂધ ઉત્પાદકતા વધારવા માટે સેક્સ સીમેન ડોઝનો વધુ ઉપયોગ વિષે વિસ્તૃત માહિતી પોતાની ગામઠી અને રસાળ શેલીમાં આપી હતી. સંઘના સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતે સંઘનાં દૂધ ઉત્પાદકોનું જીવનસ્તર ઊંચું લાવવા માટેની જે જે પ્રવૃત્તિઓ સંઘ દ્વારા ચલાવવામાં આવે છે
તેના વિકાસની ઝાંખી કરાવી અને જે મંડળીઓ આ પ્રવૃત્તિમાં ઓછો રસ લેતી હોય તેને આ કાર્યોમાં વધારે રસ લઇ દૂધ ઉત્પાદકોને વધારે લાભ થાય તેવા પ્રયત્નો કરવા માટે હાંકલ કરેલ. પ્રાકૃતિક ખેતી વિષે વિસ્તૃત સમજણ આપી તેને અપનાવવા હાંકલ કરેલ.
ભારતનાં માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા માન. સહકાર મંત્રીશ્રી અમીતભાઈ શાહ દ્વારા “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમ હેઠળ સહકારી ક્ષેત્રનો વધારે વિકાસ થાય અને તેનો લાભ લોકોને મળી રહે તેમજ સહકારથી જીવનધોરણ ઊંચું આવે તેવા શુભ પ્રયાસો કરેલ છે.
માન. વડાપ્રધાનશ્રી ભારત સરકારનો આભાર વ્યક્ત કરતો ઠરાવ કરવામાં આવ્યો છે.
જેમાં જીએસટી ઘટાડવાનાં એતિહાસિક નિર્ણય, અમેરિકા તરફથી જે ટેરીફ નાખવામાં આવ્યો છે તે સદંતર બંધ રાખવા અને સ્વદેશી અપનાવોનું સ્લોગન મુજબ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવા સભાસદોને વિનંતી કરેલ. ઉપરોક્ત બાબતે ચર્ચા થતાં તેઓશ્રીનો આભાર વ્યક્ત કરવાનું નક્કી કરવામાં આવે છે. આ ઠરાવ સર્વાનુમતે મંજુર રાખવાનું ઠરાવવામાં આવે છે.
કાર્યક્રમની આભારવીધી સંઘના ડાયરેક્ટરશ્રી મુળરાજસિંહ પરમારે કરી હતી, સમગ્ર સભાનું સફળ સંચાલન તેમજ ચીફ જનરલ મેનેજર વાય.એચ.જોષીએ કરી હતી. સાધારણ સભામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ૧૫ ટકા ડીવીડન્ડ ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આથી ઉપસ્થિત રહેલ મંડળીનાં પ્રતિનિધિઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી.