Sensex and Nifty News : ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાભરના દેશો પર ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લેવાયા બાદ અમેરિકાના સ્ટૉક માર્કેટમાં કડાકાની સ્થિતિ વચ્ચે હવે વિવિધ દેશોના શેરબજારમાં પણ હડકંપ મચી ગયું છે. અમેરિકાના સ્ટૉક માર્કેટ ઈન્ડેક્સ નેસ્ડેકની વાત કરીએ તો તેમાં 6% જેટલો કડાકો બોલાઈ ગયો હતો જ્યારે ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં પણ 1600 પોઇન્ટ એટલે કે લગભગ 4% નો કડાકો બોલાયો હતો. S&P 500માં પણ 5%નો એકઝાટકે કડાકો નોંધાયો હતો. જેની અસર હવે સીધી ભારતીય શેરબજાર પર દેખાઈ રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ?
સેન્સેક્સમાં આજે સતત બીજા દિવસે કડાકાની સ્થિતિ દેખાઈ. સેન્સેક્સ 600 પોઇન્ટ સુધી તૂટી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 215 પોઈન્ટનો ઘટાડો દેખાયો હતો. બીએસઈ હેઠળ આવતા ટોપ 30 શેરમાંથી 26 તૂટીને ટ્રેડ કરી રહ્યા છે. જોકે HDFC Bank, Bharti Airtel સહિત અમુક શેરમાં તેજી દેખાઈ છે જ્યારે મોટો કડાકો Tata Motors ના શેરમાં નોંધાયો હતો.