– દોઢ મહિનાથી પત્ની પુત્રીને લઇ પિયરમાં રિસામણે હતી
– સાસરે જતાં જમાઈને સાસરિયાઓ મારી નાંખવાની ધમકી આપતા હતા : પત્ની, સાસુ-સસરા અને સાળા વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ
ભાવનગર : બોટાદ શહેરમાં બનેલાં હત્યાના એક કરૂણ બનાવમાં રિસામણે રહેલી પત્ની સાથે ગયેલી દોઢ વર્ષની પુત્રીને રમાડવા સાસરે ગયેલાં બોટાદમાં જ રહેતાં યુવકની તેના પત્ની અને સાસરિયાઓએ એકસંપ કરી યુવક પર હુમલો કરી તિક્ષણ હથિયારથી રહેંસી નાંખ્યો હતો. હત્યાના પગલે પોલીસે પત્ની સહિતની સાસરિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદ શહેર સહિત સંમગ્ર પંથકમાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, બોટાદની રાંગણી શેરીમાં રહેતા કિશોરભાઈ વિનુભાઈ જતાપરાના લગ્ન ત્રણ વર્ષ પહેલા બોટાદમાં રહેતા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળાની દીકરી ઉર્વશીબેન સાથે થયા હતા અને તેમને સંતાનમાં દોઢ વર્ષની દીકરી જેન્સી છે.