Uddhav Thackeray Attack On BJP : મહારાષ્ટ્રમાં શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહારો કરતા આક્ષેપ કર્યો છે કે, ‘વક્ફ બાદ હવે ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને હિન્દુ મંદિરોની જમીનો પર ભાજપની નજર છે. આ જમીનો તેમના મિત્રોને સોંપવામાં આવશે.’ આ સાથે ઉદ્ધવએ ભાજપને રામ જેવો વ્યવહાર કરવાની સલાહ આપી છે.
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
ઉદ્ધવ ઠાકરેએ શિવસેના યુબીટીના આઈટી અને કોમ્યુનિકેશન વિંગ ‘શિવ સંચાર સેના’ના શુભારંભ કાર્યક્રમને સંબોધીત કરતા કહ્યું કે, ’વક્ફ કાયદો લાવ્યા બાદ હવે ભાજપની નજર ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને હિન્દુઓના મંદિરોની જમીનો પર છે, જેને તેઓ તેમના મિત્રને સોંપી દેશે.