– ગરમીના દિવસોમાં વીજ કાપ અને પાણી કાપના પગલે લોકોની મૂશ્કેલી વધશે
– તખ્તેશ્વર ફિલ્ટર અને મહિલા કોલેજ ડાયમંડ ઇએસઆર આધારિત વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ થશે
ભાવનગર : ઉનાળાની ગરમીના દિવસોમાં વીજ તંત્રને કામગીરી યાદ આવી હોય તેમ આગામી મંગળવાર અને બુધવારના દિવસે શહેરના ઘણા વિસ્તારમાં વીજ કાપ રાખવામાં આવ્યો છે, જેના પગલે મહાપાલિકા પાણી આપી શકશે નહીં તેથી મહાપાલિકાએ બે દિવસ પાણી કાપ જાહેર કર્યો છે. રપથી વધુ વિસ્તારને પાણી કાપના પગલે અસર થશે.
ભાવનગર શહેરમાં આગામી તા. ૦૮ અને તા. ૯ એપ્રિલ-૨૦૨૫ ને બુધવારના રોજ પી.જી.વી.સી.એલ. ના વીજ કાપના કારણે ઘણા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે, જેમાં તા. ૦૮ એપ્રિલને મંગળવારના રોજ તખતેશ્વર ફિલ્ટર આધારિત સીટી સપ્લાય કણબીવાડ સમગ્ર વિસ્તાર, કરચલીયાપરા, એમ.જી. રોડ, બાર્ટન લાઈબ્રેરી, મામાકોઠા રોડ વગેરે વિસ્તાર, કાઝીવાડ ચોક, નવાપરા, રસાલા કેમ્પ, માધવ દર્શન પાછળનો વિસ્તાર, જેલ રોડ, આદર્શ સોસાયટી, ઈ.એસ.આર.-૧ -૨ નો સપ્લાય વાલ્મીકી વાસ વિદ્યાનગર, કાળુંભા રોડ, બારસે શિવ મહાદેવ વાડી, ગુલીસ્તા, વાઘાવાડી રોડ, ડોસ્લીનું નેરૂ, ડી.એસ.પી. ઓફીસ આજુબાજુનો વિસ્તાર, ઘોઘા સર્કલ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ટી.વી. કેન્દ્ર, કુકડા કેન્દ્ર, છાપરું હોલ વગેરે વિસ્તારમાં પાણી અપાશે નહીં.
આગામી તા. ૯ એપ્રિલ-૨૦૨૫ ને બુધવારના રોજ મહિલા કોલેજ ડાયમંડ ઈ.એસ.આર. આધારિત આનંદનગર, હુડકો, નવા ત્રણ માળિયા, જુના ત્રણ માળિયા, સ્લમ બોર્ડ, તિલકનગર, માણેકવાડી, ખોડીયાર સોસાયટી, ડોન ચોક, હરિયાળા પ્લોટ વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું. ગરમીના દિવસોમાં વીજ કાપ અને પાણી કાપના પગલે લોકોની મૂશ્કેલી વધશે.