વડોદરાઃ કારેલીબાગ જવાના માર્ગે આવેલા કાસમઆલા કબ્રસ્તાન નજીક ગઇકાલે બપોરે બે ભાઇઓ સાથે તકરાર થતાં એક ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો.
ભૂતડીઝાંપા પાછળ કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા આસિફ સૌકતખાન પઠાણે પોલીસને કહ્યંન છે કે,ગઇકાલે બપોરે હું મારા મિત્ર સાથે કબીર હોટલ પાસે ચા પીવા ઉભો હતો ત્યારે ચા મંગાવતાં બાજુમાં ઉભેલા સાદાબે બોલાચાલી કરી હતી.
સાદાબે હાથાપાઇ કરવા માંડતા લોકોએ વચ્ચે પડીને મને છોડાવ્યો હતો.જેથી તેણે તેના ભાઇ સમીરને બોલાવ્યો હતો.સમીર આવી ને મારી સાથે ઝઘડો કરતો હતો ત્યારે મારો ભાઇ સોએબ ત્યાંથી પસાર થતો હોઇ વચ્ચે પડયો હતો.જેને કારણે સાદાબ અને સમીરે મારા ભાઇની છાતી અને પેટમાં ચાકુના ઘા ઝીંક્યા હતા.કારેલીબાગ પોલીસે આ અંગે બંને સામે ગુનો નોંધ્યો છે.