– ટાઉન પીઆઈ વિરૂદ્ધ કલેક્ટરને આવેદનપત્ર
– પોલીસ સ્ટેશને લઈ જઈ લાફા ઝીંક્યાનો આરોપ સિટી સેન્ટર પાસેથી ટેક્સી પાર્કિંગ હટાવવા માંગ
નડિયાદ : નડિયાદ રેલવે સ્ટેશનના દુકાનદારોને પોલીસ હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ સાથે નડિયાદ ટાઉન પીઆઈ વિરૂદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સિટી સેન્ટર આગળથી ટેક્સી પાર્કિંગ હટાવવા અને પોલીસની હેરાનગતિ દૂર કરવા દુકાનદારોએ માંગણી કરી છે.
નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ લારી- ગલ્લાઓ હટાવાતા ધંધા રોજગાર છીનવાઈ જતા શ્રમજીવી પરિવારો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે નડિયાદ રેલવે સ્ટેશન આગળ આવેલા સિટી સેન્ટરમાં દુકાનો ધમધમવા લાગી છે. આ દુકાનો આગળ ચા, નાસ્તો કરવા જતા લોકો પોતાના ટુવ્હીલર ઊભા રાખતા હોય છે. દુકાનો આગળ ટેક્સી પાકગ આવેલું છે. જેને લઈ વાહન પાકગની વિકટ સમસ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે નડિયાદ ટાઉન દ્વારા રાત્રિના ૧૦ વાગ્યે દુકાનદારો સાથે બોલાચાલી થઇ હતી. જેમાં દુકાનદારોને પોલીસ સ્ટેશન લઈ જઈ અપશબ્દો અને જ્ઞાતિવાચક શબ્દો બોલી અપમાનિત કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યો હતો. એટલુ જ નહીં કેટલા દુકાનદારોને લાફા ઝીંકવામાં આવ્યા હોવાના દુકાનદારોએ આક્ષેપ કર્યા છે. દુકાનદારોએ સીટી સેન્ટર આગળથી ટેક્સી પાકગ હટાવવા તેમજ નડિયાદ ટાઉન પોલીસની હેરાનગતિ બાબતે નડિયાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.