Waqf Amendment Act: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલ 2025ના રોજ વક્ફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી હતી. ત્યારથી આ બિલ કાયદામાં ફેરવાઈ ગયું હતું. ત્યારબાદ આજથી (8 એપ્રિલ, 2025) વક્ફ સંશોધન કાયદો, 2025 સત્તાવાર રીતે લાગુ થયો છે. આ અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. આમ, હવે સમગ્ર દેશમાં આ કાયદો હવે લાગુ થશે અને સાથે જ આ કાયદો આઝાદી પૂર્વેના મુસલમાન વક્ફ કાયદાનું સ્થાન લેશે. દરમિયાન વક્ફ કાયદામાં સરકારે કરેલા સુધારા સામે વધુ એક અરજી દાખલ કરાઈ છે.