અમદાવાદ,મંગળવાર,8 એપ્રિલ,2025
અમદાવાદ મ્યુનિ.ની એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમના પહેલાં દિવસે
મ્યુનિ.તંત્રને રુપિયા ૧૬.૧૦ કરોડની આવક થઈ હતી. સાંજ સુધીમાં ૨૦૮૮૧ કરદાતાઓએ
એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરપાઈ કર્યો હતો.
૮થી ૩૦ એપ્રિલ-૨૫ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ
ટેકસ રીબેટ સ્કીમ અમલમાં મુકાઈ છે. પહેલા દિવસે સાંજના ૬ કલાક સુધીમાં રુપિયા
૧૬.૧૦ કરોડની એડવાન્સ પ્રોપર્ટી ટેકસની આવક થઈ હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી એડવાન્સ
ટેકસ પેટે સૌથી વધુ રુપિયા ૪.૫૩ કરોડની આવક થઈ હતી.પશ્ચિમ ઝોનમાંથી રુપિયા ૪.૨૭
કરોડ આવક થઈ હતી.
ઝોન વાઈસ એડવાન્સ ટેકસની કેટલી આવક
ઝોન કરદાતા આવક(કરોડમાં)
મધ્ય ૧૫૯૮ ૧.૫૪
ઉત્તર ૧૩૮૧ ૦.૭૦
દક્ષિણ ૨૦૭૮ ૦.૯૫
પૂર્વ ૧૮૧૯ ૧.૪૨
પશ્ચિમ ૫૮૮૬ ૪.૨૭
ઉ.પ. ૫૧૦૫ ૪.૫૩
દ.પ. ૨૦૧૪ ૨.૬૯
કુલ ૨૦૮૮૧ ૧૬.૧૦