Death Due To Drowning In Mehsana: મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં રીલ બનાવવા જતા યુવકને મોત મળ્યું હતું. તળાવ કિનારે 18 વર્ષીય બળવંત વાલ્મીકિ રીલ બનાવી રહ્યો છે. આ દરમિયાન તેનો પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો. જો કે, તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બળવંતના અચાનક અવસાનથી પરિવારજનો અને ગ્રામવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, ડભોડા ગામના પાદરે આવેલા તૌરાબોરુ તળાવ કિનારે બળવંત પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસ્યો અને તે તળાવમાં પડી ગયો હતો. પાણીમાં ગરકાવ થવાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો: હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવાઈ
આ ઘટનાની જાણ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોએ યુવકને તળાવમાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જોકે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો. આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.