વડોદરા,સુરતની ૬૦ વર્ષની માનસિક બીમાર વૃદ્ધા ગત ૫ મી તારીખે ઘરેથી નીકળી ગઇ હતી. વડોદરાના વડસર બ્રિજ નીચે ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું.
ગત ૭ મી તારીખે વડસર બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી ટ્રેનની અડફેટે આવતા મરણ ગયેલી એક મહિલાની લાશ મળી આવી હતી. તે સમયે મહિલાની ઓળખ થઇ નહીં હોવાથી અન્નોન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દરમિયાન સુરતમાંથી ગૂમ થયેલી મહિલાની ભાળ મેળવવા માટે સુરત પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા મહિલા વડોદરા રેલવે સ્ટેશન ઉતરી હોવાનું જાણવા મળ્યું હતું. માંજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ અને પુત્રે સંપર્ક કરતા કપડા, મોબાઇલમાં પાડેલા ફોટા અને કાનની બુટ્ટી પરથી તેની ઓળખ થઇ હતી.