બોગસ દસ્તાવેજ મામલે હજૂ તંત્રની કાર્યવાહી નહીં
હાઈકોર્ટે શરતી જામીન આપ્યા બાદ પારસ સર્કલ પાસેની જમીનનો રિવર્સ દસ્તાવેજ કર્યો
નડિયાદ: નડિયાદમાં પારસ સર્કલ પાસેની વકફ બોર્ડની જમીન સંજય દેસાઈએ રિવર્સ દસ્તાવેજ કરી પરત સોંપવી પડી છે. ત્યારે સમગ્ર મામલે બોગસ દસ્તાવેજો ઉભા કરનારા શખ્સો વિરૂદ્ધ કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે.
નડિયાદમાં પારસ સર્કલ પાસે વક્ફ બોર્ડની મોકાની જગ્યા આવેલી હતી.