Jamnagar : જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલની નીચે પડેલા કચરાના ઢગલામાં ગઈકાલે રાત્રે એકાએક આગ લાગી હતી, અને આગની જ્વાળાઓ ઉપર સુધી દેખાતી હતી. જે આગ અંગેની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.
સ્થાનિક રહેવાસીઓએ જ એકત્ર થઈને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આગ સમયસર કાબુમાં આવી ગઈ હોવાથી ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાની જરૂર પડી ન હતી.