Delhi Weather : દેશભરમાં હવામાનની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે, ત્યારે દિલ્હી-NCRમાં આજે શુક્રવારે (11 એપ્રિલ, 2025) હવામાનમાં અચાનક બદલાવ જોવા મળ્યો છે. જેમાં નોઈડા અને ગુરુગ્રામમાં ધૂળની આંધી ફૂંકાઈ હતી અને અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેને લઈને 15 વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અનેક જગ્યાએ ઝાડ ધરાશય થયા હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સમગ્ર દિલ્હી-NCRમાં ધૂળની આંધી-વાવાઝોડું અને ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.