CM Nayab Singh Saini On Vinesh Phogat : ઓલિમ્પિયન અને પૂર્વ કુસ્તીબાજ વિનેશ ફોગાટને હરિયાણા સરકાર તરફથી 4 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ અને હરિયાણા શહેરી વિકાસ સત્તામંડળ (HSVP) હેઠળ એક પ્લોટ આપવામાં આવશે. જેને લઈને આજે શનિવારે (12 એપ્રિલ, 2025) રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે, ‘વિનેશ ફોગાટના સન્માનમાં કોઈ ખામી રાખવામાં આવશે નહીં.’
વિનેશ ફોગાટ વિશે હરિયાણાના મુખ્યમંત્રીએ શું કહ્યું?
હરિયાણા સરકાર તરફથી વિનેશ ફોગાટને સન્માનિત કરવાની વાતને લઈને મુખ્યમંત્રી સૈનીએ કહ્યું કે, ‘આ કોઈ રાજનીતિનો વિષય નથી. વિનેશ ફોગાટનો મામલો આંતરરાષ્ટ્રીય સ્તરનો હતો અને અમે તે સમયે પણ કહ્યું હતું કે, અમે ફોગાટના સન્માનમાં કોઈ ખામી નહી રાખીએ.