Jamnagar Corporation : જામનગર મહાનગર પાલિકામાં વર્ગ-1 માં અધિકારીની બઢતીના પ્રશ્ને આજે અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જામનગર મહાનગર પાલિકામાં વર્ગ-1 ના અધિકારીઓ જેવા કે, આસી. કમીશનર, એકઝી. એન્જી., ચિફ ઓડીટર સહિતના હોદ્દા ઉપર બઢતી માટે લાંબા સમયથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આથી જામનગર મહાનગર પાલિકામાં ગઈકાલથી ટેકનિકલ યુનિયન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવા સાથે વિરોધ પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સિટી ઈજનેર ભાવેશ જાની, ચિફ. એકા. ઓફિસર જીગ્નેશ નિર્મળ, સ્લમ શાખાના ઈજનેર અશોક જોષી, એસ્ટેટ વિભાગના કન્ટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, વોટર વર્કસના નરેશ પટેલ, ચિફ ઓડીટર કોમલબેન પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. બઢતી માટેની પાંચ ફાઈલો ઓફિસર્સ સ્ટાફ સીલેકશન કમિટી સમક્ષ લાંબા સમયથી પેન્ડીંગમાં છે. પરંતુ ત્યાંથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવ્યો હોવાથી આજથી વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે.