વડોદરાઃ સમા વિસ્તારમાં પાણી માટે મોરચો કાઢનાર મહિલાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના બનેલા બનાવની તપાસ ડીસીપી ને સોંપવામાં આવી છે.
સમા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણી માટે લોકો વલખાં મારતા હોવાથી ગઇકાલે મહિલાઓએ મોરચો કાઢ્યો હતો.જેને પરવાનગી નહિ મળી હોવાથી પોલીસે પાંચ જણા જઇ શકે છે તેમ કહી દેખાવો અટકાવ્યા હતા અને કોંગી કાર્યકર સહિત ૧૪ની અટકાયત કરતાં ઝપાઝપી થઇ હતી.
આ બનાવને પગલે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆતો થતાં તેમણે ડીસીપીને તપાસ કરવા સૂચના આપી છે.જો પોલીસે ગેરવર્તણૂક કરી હશે તો તેની સામે ખાતાકીય પગલાં લેવાશે.