– આણંદ જિલ્લામાંથી 3 વ્યક્તિઓ લાપતા
– આણંદ તાલુકાના ગાના ગામની યુવતી અને ત્રણોલની પરિણીતા પણ રહસ્યમય લાપતા
આણંદ : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મરીડા ગામની પરિણીતા ૪ વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ થઈ હતી. જ્યારે આણંદ તાલુકાના ગાના ગામની યુવતી અને ત્રણોલ ગામની પરિણીતા પણ રહસ્યમય રીતે લાપતા થઈ હોવાના બનાવો પોલીસ મથકે નોંધાયા છે.
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મરીડા ગામે તલાટી પોળમાં રહેતી સેફાલીબેન કિરણભાઈ દરજી (ઉં.વ.૨૯) ગત તા. ૩૧ માચે ચાર વર્ષના દીકરા જૈમીનને લઈ આણંદ ખાતે આવી હતી. ત્યાંથી રહસ્યમય રીતે લાપતા થઈ હતી.
પરિવારજનોએ શોધખોળ કરવા છતાં ૧૫ દિવસથી ગુમ બંનેનો પત્તો ન લાગતા આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરાઈ છે.
બીજા બનાવમાં આણંદ તાલુકાના ગાના ગામે ઇન્દિરા નગરીમાં રહેતા માલજીભાઈ વિરમભાઈ ગવારીયાની દીકરી આરતીબેન (ઉં.વ.૧૯) ગત તા. ૧૪મી એપ્રિલે રાતે કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક ચાલી જઈ ગૂમ થઈ હતી. આખરે મીનાબેન ગવારિયાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. અન્ય બનાવમાં આણંદ તાલુકાના ત્રણોલ ગામે રોહિત વાસમાં રહેતા કાંતિભાઈ મણીભાઈ રોહિતની પત્ની નયનાબેન (ઉં.વ.૪૪) તા. ૧૪ એપ્રિલે પિયર વાઠવાડી જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ પિયર ન પહોંચી લાપતા થયા હતા. જે અંગે ખંભોળજ પોલીસ મથકમાં જાણ કરી હતી.