CDSCO Banned Drugs : અત્યાર સુધી મંજૂરી વગરની દવાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હતી, જોકે હવે કેટલાક રાજ્યોમાં મંજૂર કરેલી દવાઓ સામે કાર્યવાહી થઈ રહી છે. મળતા અહેવાલો મુજબ રાષ્ટ્રીય નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશને (CDSCO) 35 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન(35 Fixed Dose Combination-FDC)નું ઉત્પાદન, વેચાણ અને વિતરણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સીડીએસસીઓએ દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આદેશ જારી કર્યો છે. એવું કહેવાય છે કે, આ દવાઓ કેન્દ્ર સરકારની મંજૂરી વગર માર્કેટમાં વેચાતી હતી.
રાજ્ય સરકારોએ કેન્દ્રને ધ્યાન દોર્યા વગર દવાઓને મંજૂરી આપી દીધી