GSRTC Bus : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના અમલમાં મુકી છે. જેમાં ગુજરાતભરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિ માત્ર 4 થી 7 દિવસ દરમિયાન માત્ર 450થી 1450 રૂપિયામાં ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે.
GSRTC દ્વારા રાજ્યભરમાં પ્રવાસ કરી શકે તે માટે ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં સાત અને ચાર દિવસ દરમિયાન લોકો રાજ્યના અનેક સ્થળોએ મુલાકાત લઈ શકશે. જેમાં લોકલ, એક્સપ્રેસ, ગુર્જનગરી, લકઝરી, સ્લીપર કોચ, એ.સી. કોચ, વોલ્વો સહિતના સર્વિસના પ્રકાર રાખવામાં આવ્યા છે. આમ સર્વિસના પ્રકાર મુજબ મુસાફરો પાસેથી ભાડાની રકમ લેવામાં આવશે. જેમાં બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓમાં પીક સિઝનમાં એપ્રિલ, મે, જુન, ઓક્ટોબર અને નવેમ્બર મહિના અને સ્કેલ સિઝનમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના પ્રમાણે ભાડામાં તફાવત જોવા મળશે.
આ પણ વાંચો: રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર, શિક્ષક સહાયકની જગ્યામાં કરાયો વધારો