Rural Education : ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના નિઝામપુર ગામમાં આશરે 30 ઘરો આવેલા છે. આ દરેક લોકો દલિત સમુદાયના છે. અહીં શિક્ષણનો ઘણો અભાવ છે. પહેલીવાર આ ગામમા કોઈ વ્યક્તિએ 10મું ધોરણ પાસ કર્યું છે. જેણે આ અંધારા સામે એક મશાલ પ્રગટાવી છે. 15 વર્ષના રામસેવક ઉર્ફે રામકેવળે યુપી બોર્ડમાંથી 10માં ધોરણની પરીક્ષા પાસ કરી લીધી હતી.
આ પણ વાંચો : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોકડ્રીલ, એક નાગરિક તરીકે શું કરવું શું નહીં?
પરિવારની જવાબદારી હોવા છતા અભ્યાસ કર્યો
10મું ધોરણ પાસ કરવાની આ સફર રામસેવક માટે સરળ નહોતી. તેઓ પરિવારનો સૌથી મોટો દિકરો છે, એટલે તેના માથે પરિવાર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી પણ હતી. આ સાથે પોતાના અભ્યાસનો ખર્ચ પણ નીકાળવાનો હતો. પરંતુ તે આટલી મોટી જવાબદારીઓ સામે ગભરાયા વગર કામ સાથે અભ્યાસ પણ પૂરો કર્યો.
‘લગ્નની સિઝનમાં હું રાત્રે માથા પર લાઈટો ઉપાડતો’
રામસેવક કહે છે કે, ‘ લગ્નની સિઝનમાં હું રાત્રે વરઘોડામાં માથા પર લાઈટો ઉપાડતો હતો. તેના બદલામાં મને 200-300 રુપિયા મળી જતાં હતા. જ્યારે લગ્નગાળો ન હોય ત્યારે કોઈ બીજી મજૂરી કરી લેતો હતો. તેના જે પણ પૈસા આવતા. તેનાથી પુસ્તકો ખરીદતો હતો અને સ્કૂલની ફી ભરતો હતો. 10માં ધોરણમાં મેં 2100 રુપિયા ફી જમા કરાવી હતી.’
વાતચીત દરમિયાન રામસેવકે કહ્યું, લગ્નમાં લાઈટ ઉઠાવી મોડી રાત્રે ઘરે આવ્યા પછી છાપરા નીચે બેસીને ભણતો હતો. અભ્યાસ દરમિયાન રામસેવકને ભેણાં- ટોણાં પણ સાંભળવા પડતાં હતા.
આ પણ વાંચો : કેદારનાથ ધામમાં DJ પર નાચી રહ્યા હતા યુવકો, વીડિયો સામે આવ્યા બાદ નોંધાઈ FIR
DMએ મળવા બોલાવ્યો ત્યારે પહેલીવાર પહેર્યા જૂતા
ગામમાં પહેલીવાર 10મુ ધોરણ પાસ કર્યા બાદ રામસેવકને બારાબંકીના ડીએમ શશાંક ત્રિપાઠીએ મળવા બોલાવ્યો હતો. પરંતુ તેની પાસે પહેરવા માટે ન તો બરોબર કપડાં હતા કે ન જૂતા. રાજકીય ઈન્ટર કોલેજના શિક્ષકોએ રામસેવકને કપડાં અને જૂતા ગીફ્ટમાં આપ્યા. આ પહેલીવાર હતુ કે જ્યારે રામસેવકે જૂતા પહેર્યા હતા. ડીએમ શશાંક ત્રિપાઠીએ રામસેવકનું સમ્માન કર્યું હતું અને તેના આગળના અભ્યાસ માટેની ફી માફ કરી હતી.