Manipur Violence : મણિપુરમાં રાજ્યની સરકારી બસ પરથી ‘મણિુપુર’ નામ હટાવવા મુદ્દે ભારે વિવાદ થયો છે. રાજભવન ઘેરવા આવેલા દેખાવકારો અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળોએ સાવચેતીના ભાગરૂપે ટિયર ગેસના સેલ છોડ્યા છે, જેમાં પાંચ લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. વાસ્તવમાં એક સરકારી બસ પર મણિપુર શબ્દ ઢાકવાનો પ્રયાસ કરાયો હતો, જેને લઈને આ વિવાદ થયો છે.
રાજભવન સુધી રેલી પહોંચતા મામલો બિચક્યો