– નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસની દૈનિક સુનાવણી શરૂ
– આ સંપત્તિ એસોસિએટેડ જર્નલ્સ લિ.ની હતી, કોંગ્રેસના બન્ને નેતાઓએ ગેરકાયદે રૂ. 142 કરોડની આવક મેળવી હતી
નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડના મની લોન્ડરિંગ કેસમાં બુધવારથી દિલ્હીની વિશેષ કોર્ટમાં દૈનિક સુનાવણી શરૂ થઇ ગઇ છે. આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જ રૂપિયા બે હજાર કરોડની સંપત્તિને પચાવી પાડવાનું કાવતરું ઘડયું હતું.