– વિક્રેતાઓ દ્વારા વિશેષ કાઉન્ટર અને મંડપ ખડા કરાયા
– થર્મોકોલ, ઝુમ્મર, ધજાપતાકા, ભગવાનના વાઘા, સિંહાસન, સ્થાપનની ચીજવસ્તુઓ મોંઘી બની છતાં માંગમાં વધારો
ભાવનગર : દેવાધિદેવ મહાદેવની સાધના, આરાધના અને ઉપાસનાના પાવનકારી શ્રાવણ માસ આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સાજ સજાવટ અને ડેકોરેશનની વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે તેમ છતા ધર્મસ્થાનકોના સેવક સમુદાય અને દાતાઓ દ્વારા સુશોભન અને શણગારની અઢળક ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે.
આગામી સપ્તાહમાં અષાઢી અમાસથી પ્રારંભ થનાર દશામા વ્રત, શ્રાવણમાસ, ગણેશ ઉત્સવ, નવરાત્રિ બાદ પ્રકાશપર્વ દિપોત્સવી, દેવદિવાળી બાદ લગ્નસરાની સીઝન જામશે.ધર્મસ્થાનકો અને ઘરમંદિરમાં સાજ સજાવટ અને ડેકોરેશન કરવા માટે અત્યંત આવશ્યક પેપર ડેકોરેશનની અલગ ચીજવસ્તુઓના ભાવમાં અંદાજે ૧૦ થી લઈને ૨૦ ટકાનો વધારો ઝીંકાયો હોવા છતાં તેની શહેરની બજારોમાં ધૂમ ખરીદી,ઈન્કવાયરી, એડવાન્સ બુકીંગ થઈ રહ્યા છે. એટલુ જ નહિ આગામી તહેવારોને લઈને ડેકોરેશનના વિક્રેતાઓ દ્વારા ખાસ સ્ટોલ પણ ઉભા કરાઈ રહ્યા છે. થર્મોકોલ, ધજાપતાકા, ડેકોરેટીવ પ્લાસ્ટીકના તોરણ,દેવ દેવીઓના ચિન્હો સાથેના તોરણ, સાદાથી લઈને રંગબેરંગી ફૂગ્ગાઓ, સેલોટેપ, રંગીન દોરી, આસોપાલવ સાદાથી લઈને ફેન્સી ઝુમ્મર અને ફેન્સી વેલ, પ્લાસ્ટીક વેલ, સ્થાપનની વસ્તુઓના ભાવમાં ૧૦ થી લઈને ૨૦ ટકા સુધીનો વધારો કરાયો છે. આ ઉપરાંત ભગવાનના સાદાથી લઈને ડેકોરેટીવ વાઘાના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે.જયારે ભગવાનના નાનાથી લઈને મોટી સાઈઝના સિંહાસનના ભાવમાં ૨૦ ટકાનો તેમજ સ્થાપનની વસ્તુઓના ભાવમાં રૂા ૨૦ થી ૩૦ નો વધારો થયો છે. ઠાકોરજીના નાનાથી લઈને મોટી સાઈઝના કલાત્મક હિંડોળા હાલ રૂા ૪૦૦ થી લઈને રૂા ૮૦૦ આસપાસના ભાવે તેમજ સિંહાસન રૂા ૧૫૦ થી લઈને રૂા ૮૦૦ આસપાસના ભાવે વેચાઈ રહ્યા છે.ફકત તહેવારો જ નહિ બલકે વેવિશાળ, કંકુ પગલા, મેરેજ, બેબી શાવર ડે, બર્થ ડે, સહિતના ડેકોરેશન, સહિતના પ્રસંગોમાં અનિવાર્ય બની ગયેલા ડેકોરેશનના બારમાસી વ્યવસાય સાથે ભાવનગર શહેરમાં હાલ ચારથી વધુ જથ્થાબંધ તેમજ અનેક રીટેઈલ વિક્રેતાઓ કાર્યરત છે તેમ એક વિક્રેતાએ અંતમાં જણાવ્યુ હતુ.
ડેકોરેશનની ચીજવસ્તુઓના ભાવમાં વધારો
આઈટમ |
૨૦૨૪ |
૨૦૨૫ |
વધારો |
થર્મોકોલ |
રૂા.૧૫ |
રૂા.૨૦ |
રૂા.૫ |
ધજા પતાકા |
રૂા.૧૦ |
રૂા.૧૫ |
રૂા.૫ |
ઝુમ્મર |
રૂા.૨૦ |
રૂા. ૩૦ |
રૂા.૧૦ |
ફેન્સી |
રૂા.૩૦ |
રૂા. ૪૦ |
રૂા.૧૦ |
પ્લાસ્ટીક |
રૂા. ૮૦ |
રૂા. ૧૦૦ |
રૂા. ૨૦ |
પ્લાસ્ટીક |
રૂા. ૨૫ |
રૂા. ૩૦ |
રૂા. ૫ |