– કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્નીના સમન્સને રદ કરતો ચૂકાદો માન્ય રાખ્યો
– અસીલ-વકીલના સંવાદને લઇને વકીલોને સમન્સ કેવી રીતે મોકલી શકો? ગાઇડલાઇન જાહેર કરવાની જરૂર : સુપ્રીમ
– ઇડીને લઇને સામાન્ય ધારણા બાંધી લેવી અયોગ્ય: સોલિસિટર જનરલ
નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. વકીલોને સમન્સ મોકલવા મુદ્દે સુઓમોટો સુનાવણી કરીને ઇડીને સુપ્રીમ કોર્ટે આકરા સવાલો પણ કર્યા હતા. એક વકીલ અને તેના અસીલ વચ્ચે શું સંવાદ થયો તેને લઇને ઇડી કે પોલીસ નોટિસ કેવી રીતે જાહેર કરી શકે? ઇડી તમામ હદ વટાવી રહી છે.