Vadodara : વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં કુદી પડનાર આધેડ પુરુષનો મૃતદેહ આજે મુજ મહુડા વિસ્તારમાંથી મળી આવ્યો છે.
કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર પાર્ક કરી નદીમાં પડતું મુકનાર આધેડનું નામ રૂપેશભાઈ રાણા (રહે-આનંદપુરા ગવર્મેન્ટ પ્રેસ પાસે) હોવાનું ખુલ્યું છે. ગઈકાલે સાંજે સ્કૂટરમાંથી તેમના બે મોબાઇલ તેમજ નદીના પગથિયાં પાસેથી ચંપલ મળી આવતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.
ઉપરોક્ત સ્થળે મગરની સંખ્યા વધારે હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા મોડી સાંજે કામગીરી બંધ કરવામાં આવી હતી. આજે સવારે ચારેક કિલોમીટર દૂર મુજમહુડા વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડે તેને બહાર કાઢ્યો હતો.
પ્રાથમિક તપાસ દરમિયાન રૂપેશભાઈએ ધંધો બરાબર નહીં ચાલતું હોવાથી આર્થિક ભીંસને કારણે આપઘાત કર્યો હોવાનું મનાય છે.