ગોંડલમાં 40 વર્ષની નોકરી કરીને ફાયર બ્રિગેડ જવાન નિવૃત્ત
સૌરાષ્ટ્રના કોઈપણ ડેમમાં ડૂબેલી વ્યક્તિ મળે નહીં ત્યારે ઊંડા પાણીમાં શોધખોળમાં પારંગત ગોંડલના ફાયર જવાન કિશોરભાઈ તરવૈયાની મદદ લેવાતી’તી
ગોંડલ: ગોંડલમાં નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશનમાં ૪૦ વર્ષની નોકરી કરીને ફાયર બ્રિગેડ જવાન નિવૃત્ત કિશોરભાઈ ગોહિલ વયમર્યાદાના કારણે તાજેતરમાં નિવૃત્ત થતાં ભાવસભર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ બાબત નવી નથી, પણ આ ફાયર જવાનની સિધ્ધિ કંઈક અલગ છે. તેમણે ફરજકાળમાં પાણીમાં ડૂબેલા ૧૦૦૦થી વધુ લોકોનાં મૃતદેહો શોધ્યા, તો ૨૦૦ લોકોને જીવતા પણ કાઢ્યા હતા. સૌરાષ્ટ્રના કોઈપણ ડેમમાં ડૂબેલી વ્યક્તિ મળે નહીં ત્યારે ઊંડા પાણીમાં શોધખોળમાં પારંગત ગોંડલના ફાયર જવાન કિશોરભાઈ તરવૈયાની મદદ લેવાતી હતી.