– સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત
– સૌથી વધુ વર્ષ 2022-23 માં 924 શૌચાલય બન્યા 5 વર્ષમાં પાલિતાણા, મહુવા અને ઘોઘા અગ્રેસર
ભાવનગર : સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય હેઠળ સરકાર દ્વારા વિવિધ યોજના અમલી કરાઈ છે. જેમાં વ્યક્તિગત સૌચાલયનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં આવેલ ૩૯૨૨ના લક્ષ્યાંક સામે ૨૮૯૫ શૌચાલય બનાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ યોજનાકીય લાભ પાલિતાણા, મહુવા અને ઘોઘાના ગામોને મળ્યો છે.
વ્યક્તિગત શૌચાલય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૦૭ના લક્ષ્યાંક સામે જિલ્લામાં ૮૩૭ કામ થયા હતા, વર્ષ ૨૨-૨૩માં ૧૫૮૧ સામે ૯૨૪ કામ થયા, વર્ષ ૨૩-૨૪માં ૪૩૭ સામે ૭૧૬, વર્ષ ૨૪-૨૫માં ૩૦૧ સામે ૩૨૨ અને વર્ષ ૨૫-૨૬માં ૮૯૬ના લક્ષ્યાંક સામે ૯૬ શૌચાલયના એટલે કે પાંચ વર્ષમાં ૩૯૨૨ના લક્ષ્યાંક સામે ૨૮૯૫ વ્યક્તિગત શૌચાલયો નિર્માણ થવા પામ્યા હતા. આમ યોજનાકીય લાભ મેળવવામાં તાલુકા પ્રમાણે જોઈએ તો છેલ્લા પાંચ વર્ષમાં ઘોઘા, પાલિતાણા અને મહુવાનાં ગ્રામ્ય પંથકોમાં વિશેષ કામગીરી થઈ હોવાનું જણાય છે. જ્યારે ઉમરાળા અને વલ્લભીપુરમાં કામગીરી નહીવત જણાય આવે છે. એક તબક્કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને આ શૌચાલય યોજનાનો લાભ પણ અપાતા આ આવાસમાં યોજના સમાવવાની સાથે અલગતી પણ લાભ આપવામાં આવે છે.
5 વર્ષમાં તાલુકાના લક્ષ્યાંક અને સિદ્ધિ
તાલુકો |
લક્ષ્યાંક |
સિદ્ધિ |
ભાવનગર |
૨૪૧ |
૨૭૯ |
ગારિયાધાર |
૨૭૩ |
૧૯૩ |
ઘોઘા |
૫૯૨ |
૪૮૪ |
જેસર |
૩૭૪ |
૨૪૨ |
મહુવા |
૭૧૩ |
૫૪૧ |
પાલિતાણા |
૪૭૪ |
૫૪૪ |
સિહોર |
૫૪૦ |
૪૯૨ |
તળાજા |
૪૦૪ |
૧૫૭ |
ઉમરાળા |
૧૬૯ |
૮૦ |
વલભીપુર |
૧૧૫ |
૪૫ |