India vs Pakistan Asia Cup 2025 Match: જમ્મુ- કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટનો વિરોધ કર્યો છે. શુભમની પત્ની એશાન્યા દ્વિવેદી,તેમના પિતા સંજય દ્વિવેદી અને તેમના સમગ્ર પરિવારે BCCI મા આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. એશાન્યાએ કહ્યું, ‘હું નથી સમજી શકતી. હું લોકોને તેનો બહિષ્કાર કરવાની વિનંતી કરું છું. તેને જોવા ન જાઓ અને તેના માટે તમારુ ટીવી પણ ચાલુ ન કરો.’
આ પણ વાંચો: ‘હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો’, મણિપુરથી PM મોદીનો મેસેજ
‘તેમની શહાદત તમારા માટે કોઈ મૂલ્યવાન નથી’
મીડિયા સાથે વાત કરતાં શુભમ દ્વિવેદીની પત્નીએ કહ્યું કે, ‘BCCI એ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચનો સ્વીકાર ન કરવો જોઈતો હતો. બીસીસીઆઈની લાગણીઓ તે 26 પરિવારો માટે નથી. તેમની શહાદત તમારા માટે કોઈ મૂલ્યવાન નથી.’ ભારતીય ક્રિકેટ ટીમ પર સવાલ ઉઠાવતા તેમણે દાવો કર્યો કર્યો હતો કે, કેટલાક ક્રિકેટરો સિવાય કોઈ પણ ખેલાડી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા આગળ આવ્યો નથી.
‘આપણે પાકિસ્તાન સામે મેચનો બહિષ્કાર કરવો જોઈએ’
એશાન્યાએ કહ્યું કે, અમારા ક્રિકેટર શું કરી રહ્યા છે. કહેવાય છે કે, ક્રિકેટર રાષ્ટ્રવાદી હોય છે. ક્રિકેટ અમારી રાષ્ટ્રીય રમત માનવામાં આવે છે. એક બે ક્રિકેટરો સિવાય કોઈ ખેલાડી આગળ નથી આવ્યા કે, આપણે પાકિસ્તાન સામે મેચનો બહિષ્કાર કરવો જોઈએ. BCCI તેમને બંદુકની અણીએ ક્રિકેટ રમવા માટે મજબૂર ન કરી શકે. તેમને પોતાના દેશ માટે સ્ટેન્ડ લેવુ જોઈએ. પણ તેઓ એવું નથી કરી રહ્યા.
આ પણ વાંચો: હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના
‘શું તે 26 પરિવારોની રાષ્ટ્રીયતા ખતમ થઈ ગઈ છે?’
મેચમાંથી થતી કમાણી પાકિસ્તાનમાં જવા અંગે ચિંતા વ્યક્ત કરતા પહલગામ હુમલાના પીડિતની પત્નીએ કહ્યું, ‘હું સ્પોન્સર અને બ્રોડકાસ્ટર્સને પૂછવા માંગુ છું કે, શું તે 26 પરિવારોની રાષ્ટ્રીયતા ખતમ થઈ ગઈ છે? મેચમાંથી થતી કમાણીનો ઉપયોગ શા માટે કરવામાં આવશે? પાકિસ્તાન તેનો ઉપયોગ માત્ર આતંકવાદ માટે કરશે. તે એક આતંકવાદી દેશ છે. તમે તેમને કમાણી કરાવશો અને તેમને ફરીથી અમારા પર હુમલો કરવા માટે તૈયાર કરશો.’