– ભાદરવામાં પણ જુગાર યથાવત
– પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ સહિત રૂ. 92 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
સાણંદ : સાણંદ તાલુકાના જાંબુથળ ગામમાં જાહેર જુગાર રમતા દસ શખ્સ ઝડપાયા છે. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત રૂ.૯૨ હજારનો મુદ્દમાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાણંદ તાલુકાના જાંબુથળ ગામેથી શ્રાવણ મહિનો પૂર્ણ થયો હોય છતાં પણ જુગાર રમતો હોય તેવી બાતમીના આધારે સાણંદ ટાઉન પોલીસે બુટભવાની માતાજીના મંદીર પાસે દરોડો પાડયો હતો. જ્યાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા (૧) પંકજભાઇ રામસંગભાઇ ઠાકોર (૨) હસમુખભાઇ ભાવુભાઇ કો.પટેલ (૩) પ્રતાપભાઇ રીભાભાઇ કો.પટેલ (૪) મેહુલભાઇ કાંતીભાઇ કો.પટેલ (૫) સહદેવભાઇ બાબુભાઇ કો.પટેલ (તમામ રહે.જાંબુથળ તા.સાણંદ જી.અમદાવાદ) (૬) રોહિતભાઇ કટુજી ડાભી (૭) ચિરાગભાઇ દશરથભાઇ ઠાકોર (બંને રહે.કુંવાર ગામ તા.સાણંદ) (૮) શૈલેષભાઇ જેસંગભાઇ પરમાર (૯) દિનેશભાઇ ખોડાભાઇ કો.પટેલ (૧૦) ગૌતમભાઇ ભાવુભાઇ કો.પટેલ (ત્રણેય રહે.હિરાપુર ગામ તા.સાણંદ)ને ઝડપી પાડયા હતા.
પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગ ઝડતી તથા દાવ પરથી રોકડ રૂ.૪૨,૫૦૦, ૯-મોબાઇલ કિં.રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૯૨,૫૦૦નાં મુદામાલ કબજે કરી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.